આજના મેનુમાં બનાવો સ્વાદિષ્ટ મલાઈ કોફતા

11 Jul, 2015

બટાટા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તમે તેમાંથી તમે અનેક વાનગી બનાવી શકો છો.  આજે આપણે મલાઈ કોફતા બનાવતાં ફટાફટ શીખી લઈએ.

કોફ્તાની સામગ્રી માટે
છીણેલું પનીર - 100 ગ્રામ
બાફેલ બટાકાનો માવો - 3 કપ
છીણેલું નાળિયેર - 1/2 કપ
આદું-મરચાંની પેસ્ટ - 1 ટીસ્પૂન
કાજુનો અધકચરો ભૂકો - 1/4 કપ
સમારેલા ધાણા - ર્ગાનિશિંગ માટે

ગ્રેવી માટે
ટામેટાં - 4થી 5 નંગ
ડુંગળી - 2 નંગ
લસણની પેસ્ટ - 2 ટીસ્પૂન
બાફેલાં ગાજર - 2 નંગ
દહીં - 1 કપ
ગરમ મસાલો - 1 ચમચી
વાટેલાં આદું-મરચાં - 4 ચમચી
લાલ મરચું - 2 ચમચી
તેલ - 4 ચમચી
હળદર - 1 ચમચી

રીત
બાફેલા બટાકાના માવામાં મીઠું ઉમેરો.
પનીરમાં કોફ્તાની બધી જ સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
બટાકાના માવામાંથી નાની પૂરી કરી તેમાં પનીરવાળું પૂરણ ભરી નાના કોફતા વાળવા.
તવામાં તેલ મૂકી કોફ્તાને બ્રાઉન રંગના શેકવા.
ગ્રેવીની સામગ્રી મિક્સ કરી ગ્રેવી બનાવવી.
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગ્રેવીની સામગ્રી વઘારવી.
ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચું ઉમેરી થોડું પાણી નાખી ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ ઉકાળવી.
ત્યારપછી તવામાં ડીપ ફ્રાય કરેલા કોફતા ઉમેરી ધાણાથી ર્ગાનિશિંગ કરી ગરમ ગરમ સર્વ કરો.