બનાવો 'શિયાળુ સ્પે. મોરચો શાક'

30 Jan, 2015

ચાર વ્યક્તિઓ માટે બનાવો શિયાળુ સ્પેશિયલ મોરચો શાક

સામગ્રી :

 • મિક્સ શાક ત્રણ કપ જેમાં રવૈયા, પાપડી, ફ્લાવર, વાલોળ,
 • ગાજર એક નંગ સમારેલ,
 • વાલના દાણા ૧/૪ કપ,
 • તુવેરના દાણા ૧/૪ કપ,
 • વટાણા એક કપ,
 • લીલું લસણ ઝીણું સમારેલ ૧/૨ કપ,
 • કોબીજ ઝીણી સમારેલ ૧/૪ કપ,
 • બીટના પીસ ચાર ચમચી,
 • ટામેટાંની ગ્રેવી બે કપ,
 • વાટેલા આદું-મરચાં ચાર ચમચી,
 • બટાકા સમારેલ ૧/૨ કપ,
 • ગરમ મસાલો એક ચમચી,
 • લાલ મરચું એક ચમચી,
 • મીઠું,
 • વાટેલું લસણ ચાર ચમચી,
 • તેલ પાંચથી છ ચમચા,
 • જીરું.

રીત :
 • પ્રેશર પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળવું.
 • ત્યાર બાદ તેમાં ટમેટાંની ગ્રેવી, લસણ, આદું-મરચાં, ગરમ મસાલો ઉમેરી થોડું પાણી નાખી હલાવવું.
 • ત્યાર બાદ તમામ શાક અને દાણા તથા બાકીના મસાલાની સામગ્રી ઉમેરી દો.
 • ઢાંકણ ઢાંકી ત્રણ વ્હિસલ કરવી ત્યાર બાદ શાકનો સ્વાદ માણવો.
 • જો કડાઈમાં કરવું હોય તો ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દો. પંદર મિનિટમાં શાક તૈયાર થશે.