બનાવો ગમે તેની ભૂખ ઉઘાડી દે તેવી 'આલુ મટર ડ્રાય જીંજર' સબ્જી

27 Jan, 2015

સામગ્રી :
બાફેલા વટાણા એક કપ,
બાફેલા બટાકાના પીસ ૧-૧/૨ કપ,
ખમણેલ આદું ૧/૪ કપ,
લીંબુ રસ એક ચમચી,
મરી પાઉડર અડધી ચમચી,
ચાટ મસાલો અડધી ચમચી,
સાકર બે ચમચી,
જીરા પાઉડર અડધી ચમચી,
સમારેલ ધાણા,
મીઠું,
તેલ પાંચથી છ ચમચા,
લીમડાનાં પાન,
સમારેલ મરચાં ત્રણ ચમચી,
જીરું એક ચમચી.

રીત :
-બટાકાના પીસને તેલમાં તળવા.
-કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું તથા લીમડાનાં પાન ઉમેરવા.
-ત્યાર બાદ ખમણેલ આદું સાંતળવું.
-પછી બાફેલા વટાણા-બટાકા ઉમેરવા.
-બાકીની તમામ સામગ્રી ઉમેરી થોડીવાર હલાવી ત્યાર બાદ ગેસ બંધ કરવો.
-કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.