આજે ટ્રાય કરો અલગ વાનગી બનાવો 'આલુ પાલક ટિક્કી'

23 Jan, 2015

સામગ્રી:

પાલક -250 ગ્રામ,
બટાકા - 2 મોટા,
ટામેટા- 2,
1 મોટી ડુંગળી,
લીલા મરચાં  2-3,
આદું નાનો ટુકડો
લાલ મરચુ,
મીઠું સ્વાદ અનુસાર
 
બનાવવાની રીત

-પ્રથમ પાલકને ધોઈને કાપી લો.
-હવે ગ્રાઇન્ડરમાં દરદરી વાટી લો .
-તેમાં બાફેલા બટાકા મેશ કરી લો.
-તેમા દરદરી પાલક ટામેટાં, ડુંગળી, મરી, મીઠું  અને કોથમીર નાખી મિશ્રણ બનાવો .
-નાન સ્ટીક તવો  ગરમ કરી એના પર આ મિશ્રણનો ગોળ ટીક્કીનો આકાર આપી તેલ લગાવી સેલો ફ્રાઈ કરો.
-આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લો.
-આ ટિક્કીને એને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો