બનાવો હલકી-ફુલકી પણ ટેસ્ટી ડિશ રજવાડી 'મસાલા ખિચડી'

07 Jan, 2015

સામગ્રી:

ચોખા - ૨ કપ
તુવેરની દાળ - ૧ કપ
સિંગ-૫૦ ગ્રામ
વટાણા - ૧૫૦ ગ્રામ
બટાકા- ૧ સમારેલું
ડુંગળી- ૧ ઝીણી સમારેલી
ટામેટુ- ૧ ઝીણું સમારેલું
લસણ- ૧૦ - ૧૨ કળી
તજ - ૪ નંગ
લવિંગ - ૨-૪ નંગ
આખા લાલ મરચાં - ૨ નંગ
હળદર - અડધી ચમચી
મરચું - ૧ ચમચી
ગરમ મસાલો - ૧ ચમચી
જીરું - પા ચમચી
રાઇ - પા ચમચી
આદું-લસણની પેસ્ટ - દોઢ ચમચી
તેલ - ૨ ચમચા
પાણી - જરૂર પ્રમાણે

રીત:
-દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો.
-જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો.
-તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો તેમાં બટાકા ડુંગળી ટામેટા લસણ લીમડો અને વટાણા થોડા સમય સુધી સાંતળો.
-તેમાં દાળ-ચોખા ઉમેરી 15 મિનિટ રહેવા દો.
-આમાં પાંચ કપ પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી રાખી આંચ પરથી ઉતારી લો.
-દહી, કઢી કે મસાલા છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણો