રેસીપી : 'મેક્સિકન પનીર ફજિતા'

29 Dec, 2014

સામગ્રી

બેથી ત્રણ લસણની કળી ઝીણી સમારેલી
૧ ડુંગળીની પાતળી લાંબી ચીરી
૧ કેપ્સિકમની લાંબી પાતળી ચીરી
ચાર ર્ટોટિલા
ખમણેલું ચીઝ

પનીર મેરિનેટ કરવા માટેની સામગ્રી
૨૦૦ ગ્રામ પનીરના લાંબા ટુકડા
સ્વાદ પ્રમાણે મીઠું
ચિલી ફ્લેક્સ
મરીનો ભૂકો
થોડું ઓઇલ

સ્ટફિંગ માટેની સામગ્રી
૧ કેપ્સિકમના ઝીણા ટુકડા
૩ ટમેટાં (બી ન લેવાં. ફક્ત બહારનો ભાગ સમારવો)
૧ ડુંગળી ઝીણી સમારેલી
બે ટેબલ-સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
એક ટી-સ્પૂન ખાંડ
એક ચમચી લીંબુનો રસ
સ્વાદ પ્રમાણે મીઠું
ચપટી મરીનો ભૂકો

રીત

-પનીરના લાંબા ટુકડા કરો.
-એના પર મીઠું, ચિલી ફ્લેક્સ, બ્લેક પેપર અને થોડું ઓઇલ રેડી હળવેથી ટોસ કરો જેથી બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જાય.
-હવે થોડી વાર માટે પનીરને મેરિનેટ થવા સાઇડ પર મૂકી રાખો. લગભગ અડધો કલાક રાખવું.
-એક બાઉલમાં બીજા સ્ટફિંગ માટેની તમામ સામગ્રી ઉમેરી સરખું મિક્સ કરી એને પણ બાજુ પર રહેવા દો.
-હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
-એમાં ઝીણું સમારેલું લસણ, ડુંગળી, કેપ્સિકમ, થોડું મીઠું, ચિલી ફ્લેક્સ ઉમેરી છેલ્લે મેરિનેટેડ પનીર ઉમેરો.
-બધું સરખું મિક્સ કરો.
-હવે એક ર્ટોટિલા લઈ એમાં મેરિનેટ કરેલા પનીરની સામગ્રી અને તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી છેલ્લે ખમણેલું ચીઝ ઉમેરો.
-હવે ર્ટોટિલાનો રોલ વાળી દો.
-સાલસા કે સેલડ સાથે સર્વ કરો.

Loading...

Loading...