શિયાળામાં બનાવો પોષ્ટિક ક્રંચી સ્પીનચ રોલ

15 Dec, 2014

સામગ્રીઃ
ઘઉંનો કકરો લોટ- બે કપ, ચણાનો લોટ એક કપ, બાજરીનો લોટ ૫ કપ, ફુદીનાનો પલ્પ- અડધો કપ, બાફેલી પાલકનો પલ્પ- એક કપ, ધાણાજીરું- એક ચમચી, કાળાં મરી પાવડર એક ચમચી, ચપટી સાજી, ગરમ મસાલો- એક ચમચી, તજ પાવડર, અડધી ચમચી, મીઠું રુચિ મુજબ, દળેલી સાકર- એક ચમચી, લીબુનો રસ- બે ચમચી, હળદર એક ચમચી, લાલ મરચું પાવડર- એક ચમચી, આદું-મરચાં પેસ્ટ- એક ચમચી.
છાશ- બે વાટકી (જરૂર મુજબ)
વઘાર માટે- તેલ- અથવા તળવા તેલ.

રીત
(૧) ઘઉં, ચણા તથા બાજરીના ત્રણેય લોટને ચાળવા.
(૨) લોટમાં ફુદીના તથા પાલક પલ્પ ઉમેરવો
(૩) તથા બાકીના તમામ મસાલા ઉમેરી છાશથી જરૂર મુજબ કણેક બનાવવો.
(૪)કણકમાંથી હાથ વડે નાના રોલ વાળવા.
(૫) રોલને વરાળે ૧૫ મિનિટ બાફવા અને ઠંડા કરવા.
(૬) ઠંડા થયા બાદ જો વઘારવા હોય તો...

કડાઈમાં ચાર ચમચી તેલ ગરમ કરી તેમાં લીમડો તથા ચપટી હિંગ ઉમેરી રોલ વઘારવા. અને જો તળવા હોય તો ગરમ તેલ કરી તેમાં ડાર્ક બ્રાઉન રંગના તળવા.