બનાવો ગરમા ગરમ 'વેજ. પકોડા'

04 Feb, 2015

સામગ્રી-
 
1 કપ ચણાનો લોટ
1/2 ટીસ્પૂન બેકિંગ સોડા
1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
1 નંગ રીંગળ
1 નંગ ડુંગળી
1 નંગ કેપ્સિકમ
1 નંગ બટાટું
1/2 નંગ ફ્લાવરના ફૂલ સમારેલા
2 થી 3 ચમચી કોથમીર સમારેલી
મીઠું સ્વાદાનુસાર
પાણી જરૂર મુજબ
તેલ તળવા માટે
 
રીત-
 
-સૌપ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલમાં ચણાનો લોટ ચાળી લો.
-ત્યાર બાદ તેમાં મીઠું, મરચું પાવડર અને બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
-હવે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ભજીયા માટેનું ઘટ્ટ ખીરૂ તૈયાર કરી લો.
-આ ખીરાને ઢાંકીને એકબાજુ પર મૂકો.
-બટાટા, રિંગણ અને ડુંગળીને  ગોળ કટ કરી લો.
-કેપ્સિકમનાં ઝીણા ટુડકા કરી લો.
-હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
-તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દો.
-ધીમા તાપે બધા જ શાકભાજીને તૈયાર કરેલા ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં ધીમા તાપે ટ્રાય કરો.
-ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એ રીતે ફ્રાય કરો.
-ગરમા-ગરમ પકોડાને ચા સાથે સર્વ કરો.