સ્પાઇસી જેકેટ પટેટો

11 Mar, 2015

સામગ્રી

(૧) ૧૨થી ૧૫ નંગ બટાકીઓ, ૧ નંગ કાંદો.

(૨) મીઠું, મરી, ૦।। ટી. સ્પૂન આમચૂર, ૦। ટી. સ્પૂન સંચળ, ૧ ટે. સ્પૂન લીંબુનો રસ.

(૩) ૧।। ટે. સ્પૂન તેલ, અજમો-ઓરેગનો, ચિલી ફ્લેક્સ. સર્વ કરવા માટે લીલી ચટણી.

રીત

(૧) બટાકીઓને બરાબર ધોઈને પ્રેશર કૂક કરવી. કાંદાને છોલીને બારીક સમારવો.

(૨) નોન-સ્ટિકમાં તેલ ગરમ મૂકી કાંદો સાંતળવો.

(૩) થોડી વાર બાદ બટાકીઓ નાખી મીઠું, મરી, આમચૂર, સંચળ નાખવાં.

(૪) ધીરે તાપે થોડી વાર રાખી વારંવાર હલાવતા રહેવું.

(૫) છેલ્લે લીંબુનો રસ ચારે તરફ નાખી શેકેલો અજમો અથવા ઓરેગનો અને ચિલી ફ્લેક્સ ભભરાવવાં.

  બાઉલમાં કાઢી લીલી ચટણી સાથે સર્વ કરવું. (સ્વાદ માટે તળેલી બટાકાની સળીઓ ભભરાવી શકાય).