ફુલ ગુલાબી ઠંડી બનાવો બધાને ભાવે તેવી 'પનીર મખની'

21 Nov, 2014

સામગ્રી

 ૨૫૦ ગ્રામ પનીર
 ચાર ટામેટાંનો પલ્પ
 બે ચમચી કાજુની પેસ્ટ
 એક કપ દૂધ
 એક ચમચી લસણની પેસ્ટ
 એક ચમચી આદુની પેસ્ટ
 એક ચમચી લાલ મરચું
 એક ચમચી ધાણાજીરું
 એક ચમચી ટૉમેટો કેચ-અપ
 એક ચમચી ગરમ મસાલો
 એક ચમચો કસૂરી મેથી
 બે ચમચા મલાઈ
 ચાર ચમચા માખણ


રીત

-પનીરને મનગમતા આકારમાં કાપી અલગ રાખો.
-હવે એક પેનમાં માખણ ગરમ કરી એમાં લસણ અને આદુની પેસ્ટ નાખો.
-હવે એમાં ટામેટો પલ્પ ઉમેરી બે મિનિટ ચડવા દો. ત્યાર બાદ એમાં કાજુની પેસ્ટ અને દૂધ નાખી મિક્સ કરો.
-હવે એમાં લાલ મરચું, ધાણાજીરું, ટામેટો કેચ-અપ, ગરમ મસાલો, કસૂરી મેથી અને મીઠું નાખી મિક્સ કરો.
-એમાં પનીર નાખી હલાવો. ઢાંકીને ધીમા તાપે ત્રણ-ચાર મિનિટ ચડવા દો. ફ્રેશ ક્રીમથી સજાવી પીરસો.