દાઢે વળગશે પંજાબી શાક પનીર કોફ્તા

18 Apr, 2015

હેવી જમવું હોય તો પંજાબી શાક સાથે પરોઠાં કે નાન હોય તો મજા આવી જાય. પંજાબી શાકમાં સ્વાસ્થ્યવર્ધક શાક એટલે પનીર કોફતાનું શાક.

પંજાબી ડિશ છે
બનાવવા માટે તૈયારી કરતા 15થી 20 મિનિટ લાગે
બનાવતા 10થી 12 મિનિટ લાગે

સામગ્રીઃ
કોફ્તા બનાવવા માટે :
છીણેલું પનીર - 100 ગ્રામ
બાફેલા બટાકાનો માવો - 3 કપ
છીણેલું નાળિયેર - 1/2 કપ
આદું-મરચાંની પેસ્ટ - 1 ટીસ્પૂન
કાજુનો અધકચરો ભૂકો - 1/4 કપ
ધોઈને સારી રીતે સાફ કરેલી કોથમીર  - ગાર્નિશિંગ માટે

ગ્રેવી બનાવવા માટે :
ટામેટાં - 4થી 5 નંગ
ડુંગળી - 2 નંગ
લસણની પેસ્ટ - 2 ટીસ્પૂન
બાફેલાં ગાજર - 2 નંગ
દહીં - 1 કપ
ગરમ મસાલો - 1 ચમચી
વાટેલાં આદું-મરચાં - 4 ચમચી
લાલ મરચું - 2 ચમચી
તેલ - 4 ચમચી
હળદર - 1 ચમચી

બનાવવાની રીતઃ
1.
બાફેલા બટાકાના માવામાં મીઠું ઉમેરો.
2.
પનીરમાં કોફ્તાની બધી જ સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
3.
બટાકાના માવામાંથી નાની પૂરી કરી તેમાં પનીરવાળું પૂરણ ભરી નાના કોફતા વાળવા.
4.
તવામાં તેલ મૂકી કોફ્તાને બ્રાઉન રંગના શેકવા.
5.
ગ્રેવીની સામગ્રી મિક્સ કરી ગ્રેવી બનાવવી.
6.
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગ્રેવીની સામગ્રી વઘારવી.
7.
ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચું ઉમેરી થોડું પાણી નાખી ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ ઉકાળવી.
8.
ત્યારપછી તવામાં ડીપ ફ્રાય કરેલા કોફતા ઉમેરી 2થી 3 મિનિટ રાખો.
9.
પનીર કોફતા તૈયારછે. કોથમીરથી ગાર્નિશિંગ કરી ગરમ ગરમ સર્વ કરો.