બનાવો ઘરે પંચરત્ન પૂડલા

11 Apr, 2015

ગુજરાતી ઘરોમાં પૂડલા અવારનવાર બનતા હોય છે. ગળ્યા પૂડલા, તીખા પૂડલા, વિગેરે. શું તમે પંચરત્ન પૂડલાનો સ્વાદ માણ્યો છે? તે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય પ્રદ છે. જેને ચણાના લોટની એલર્જી હોય તેવા લોકોને આ પૂડલા વધુ માફક આવે છે.

ગુજરાતી ફ્યુઝન ડિશ છે
બનાવવા માટે તૈયારી કરતા 7થી 10 મિનિટ લાગે
બનાવતા 10થી 20 મિનિટ લાગે


સામગ્રીઃ
બાજરીનો લોટ - 150 ગ્રામ
ચણાનો લોટ - 150 ગ્રામ
વાટેલી મગની દાળ - 150 ગ્રામ
ઘઉંનો જાડો લોટ - 50 ગ્રામ
મકાઈનો લોટ - 50 ગ્રામ
આદું-મરચાં પેસ્ટ - 2 ટેબલ સ્પૂન
મરચું - 2 ટી સ્પૂન
હળદર - 1/2 ટી સ્પૂન
ખાટું દહીં - 1 કપ
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - જરૂર મુજબ
કોથમીર - 1 ટેબલ સ્પૂન

બનાવવાની રીતઃ
1.
તમામ લોટ મિક્સ કરી તેમાં વાટેલી દાળ નાખો.
2.
તેમાં આદું-મરચાં પેસ્ટ, મરચું, કોથમીર, હળદર, મીઠું તથા દહીં મિક્સ કરી ખીરું બનાવો.
3.
પેન ગરમ કરી તેમાં થોડું તેલ નાંખી ખીરું સ્પ્રેડ કરી પૂડલા પાડો.
4.
પૂડલા બંને તરફ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.
5.
લીલી ચટણી સાથે ગરમા-ગરમ પૂડલા સર્વ કરો.