બનાવો મોમાં પાણી લાવી દે તેવી 'પાલક ફ્રેન્કી'

10 Feb, 2015

સામગ્રી
મેંદો - ૨ કપ
મીઠું - સ્વાદ પ્રમાણે
આમચૂર - ૩ ટીસ્પૂન
સમારેલી ડુંગળી - ૧ નંગ
તેલ - ૨ ટેબલસ્પૂન
દૂધ - જરૂર મુજબ
સ્ટફિંગ માટેઃ
સમારેલી પાલક - ૨ કપ
સમારેલી ડુંગળી - ૧ કપ
ખાવાનો સોડા - ૧ ચપટી
લીલાં મરચાં - ૨ નંગ
મીઠું - સ્વાદ પ્રમાણે
છેનો - ૩ ટેબલસ્પૂન
ઘી - ૨ ટેબલસ્પૂન

રીત
-મેંદામાં મીઠું, તેલ તથા દૂધ નાખી લોટ બાંધી લો.
-ત્યારપછી આ લોટની મધ્યમ આકારની રોટલીઓ વણી તવા ઉપર શેકી લો.છેનાને ક્રશ્ડ કરી લો.
-એક કડાઈમાં ઘી ગરમ કરી ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
-પછી તેમાં પાલક, લીલાં મરચાં અને ખાવાના સોડા નાખી ૨ મિનિટ પકવો.
-ત્યારબાદ તેમાં છેનો અને મીઠું મિક્સ કરી ઉતારી તેનું પાણી જુદું પાડી ૧૫ ભાગ કરી લો.આમચૂરને ૬ ચમચી પાણીમાં ઘોળી લો.
-દરેક રોટલીમાં આ પાણી ફેરવી ડુંગળી છાંટી દો.
-પછી એક ભાગ મસાલો લઈ તેનો રોલ બનાવી રોટલીની વચ્ચે ભરો.
-તવા પર તેલ ગરમ કરી રોલ્સને શેકી લો.