શિયાળામાં બનાવો ગરમા ગરમ ગાર્લિક મશરૂમ પકોડા

18 Dec, 2014

સામગ્રી

લસણની પેસ્ટ - દોઢ ટેબલસ્પૂન
બટન મશરૂમ - ૧૬થી ૨૦ નંગ
તેલ - તળવા માટે
ચણાનો લોટ - ૧/૨ કપ
અજમો- ૧/૪ ટીસ્પૂન
મરચું પાઉડર - ૧ ટીસ્પૂન
ખાવાનો સોડા - ૧ ટીસ્પૂન
મીઠું - સ્વાદ પ્રમાણે
લીંબુનો રસ - ૧ નંગ

રીત

  • મશરૂમની દાંડી કાપીને મશરૂમને એક બાઉલમાં રાખી દો.
  • ખીરું તૈયાર કરવા માટે એક ઊંડા વાસણમાં ચણાનો લોટ, અજમો, મરચું પાઉડર, ખાવાનો સોડા, મીઠું, લસણની પેસ્ટ મિક્સ કરીને પ્રમાણસરનું પાણી નાખી ભજિયાં ઊતરે તેવું ખીરું તૈયાર કરવું.
  • તેને બરાબર હલાવીને ઘટ્ટ ખીરું તૈયાર કરવું. પછી તેમાં લીંબુનો રસ નાખી ઉમેરી દેવો.
  • તેલને બરાબર ગરમ કર્યા બાદ એક-એક મશરૂમને ખીરામાં ડુબાડીને તેલમાં નાખીને તળી લો.
  • ગેસની આંચ થોડી વધારે રાખીને ભજિયાં બ્રાઉન સોનેરી થાય ત્યાં સુધી તળવાં.
  • તળાઈ જાય એટલે પકોડાને કિચન પેપર પર રાખવા, જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
  • ગરમ ગરમ ર્ગાિલક મશરૂમ પકોડાને ચટણી કે સોસ સાથે સર્વ કરવા.