મિનિટોમાં જ બને તેવો ખીચડી પુલાવ

02 Apr, 2015

રસોઈમાં ક્યારેક હલકું ભોજન ખાવાનું મન થઈ જાય ત્યારે ખીચડી પુલાવ બનાવી નાંખો. તે ઝડપથી બની જાય છે. સ્વાદમાં તે છાશ કે દહીં કે ખાટાં અથાણા સાથે સારો લાગે છે. સાથે પાપડ હોય તો બસ મજા આવી જાય.

ગુજરાતી ડીશ છે
બનાવા માટે તૈયારી કરતા 10 મિનિટ લાગે
બનાવતા 15 મિનિટ લાગે

સામગ્રીઃ
ચોખા - 1 કપ
તુવેરની દાળ - અડધો કપ
કાંદા - 4 લાંબા સમારેલા
બટાટા - 500 ગ્રામ
ફણસી - ૨૦૦ ગ્રામ
ગાજર - 3 નંગ
રીંગણ - 2 નંગ
શક્કરિયાં અને દૂધી - દરેકના ચોરસ ટુકડા
વટાણા - એક કપ
દહીં - અડધો લિટર
લીલાં મરચાં - 2થી 4 ઝીણા સમારેલાં
લસણ - એક કળી
આદું - મોટો ટુકડો
ઘી - 1 ચમચો
તેલ - 1 મોટો ચમચો
નારિયેળનું ખમણ - અડધો ચમચો
કોથમીર - 1 કપ
મીઠું, હળદર સ્વાદ અનુસાર
શાહજીરું - 1 ચમચી
સાદું જીરું - અડધી ચમચી
એલચી - 8 નંગ
લવિંગ - 8 નંગ
તજ - 4 ટુકડા
આ બધાને દળી પાઉડર બનાવવો
લસણ અને આદુંની પેસ્ટ તૈયાર કરવી.

બનાવવાની રીતઃ
1.
કાંદાને તેલમાં ગુલાબી રંગના તળી લેવા. તુવેરની દાળને ગરમ પાણીમાં ધોઈ દાળ મિક્સ કરી પ્રમાણસર મીઠું, હળદર નાખી કૂકરમાં ખીચડી રાંધવી. દાણા છૂટા રહે તેમ રાંધવું.
2.
વટાણા બાફવા. કડાઈમાં તેલ મૂકી શાક તળવાં. આ માટે પહેલાં બટાટા, ગાજર અને શક્કરિયાં તેલમાં નાખવાં. થોડી વાર પછી દૂધી, રીંગણ અને ફણસી નાખી તળાઈ જાય એટલે બધું કાઢી લેવું. બહુ બ્રાઉન થવા ન દેવું.
3.
તપેલીમાં 1 ચમચો ઘી મૂકી આદું-લસણની પેસ્ટ અને સમારેલાં મરચાં નાખી બે-ત્રણ મિનિટ ગેસ પર રાખી હલાવવું.
4.
પછી તળેલા શાકભાજી, વટાણા, ખીચડી, કોથમીર, બધું ભેગું કરી બરાબર હલાવી તેમાં નાખવું. પ્રમાણસર મીઠું નાખવું.
5.
દહીંમાં નારિયેળનું ખમણ તથા મસાલાનો પાઉડર નાખી હલાવી ખીચડીમાં નાખવું.
6.
ધીમેથી બધું હલાવી ગેસ પર એકદમ ધીમા તાપે 20 મિનિટ થવા દેવું.
આ ખીચડી-પુલાવ દહીં અથવા કઢી સાથે પીરસી શકાશે.