ગુજરાતીઓના મનપસંદ ખમણ બનાવો આ રીતે

29 Jul, 2015

ગુજરાતીઓનું ઓલટાઈમ ફેવરીટ ફરસાણ છે ખમણ. ગુજરાતીઓના ખમણ બનાવવામાં છે સરળ પણ ચોક્કસ માપ સાથે બનાવો તો તે બહાર જેવા જ બનાવી શકાય છે. આજે આપણે ગુજરાતી ખમણની રીત જોઈએ.

સામગ્રી
1 કપ પાણી
1 કપ બેસન
1/2 ટી. સ્પૂન લીંબુના ફૂલ
1 1/2 (દોઢ) ટે. સ્પૂન ખાંડ
1 ટી. સ્પૂન આદુ મરચાની પેસ્ટ
1 1/2 ટી. સ્પૂન ઇનો (ફ્રુટ સોલ્ટ)
ચપટી હળદર
1 ટી. સ્પૂન મીઠું

વઘાર માટે
2 ટે. સ્પૂન તેલ
1 ટી. સ્પૂન રાઈ
2 લીલા મરચા ઝીણા સમારેલા
ચપટી હિંગ
1 ટી. સ્પૂન તલ (નાખવા હોય તો)
2 ટે. સ્પૂન ખાંડ અને
1 વાટકી પાણી હૂંફાળું મિક્સ કરવું

રીત

    એક તપેલામાં પાણી નાખી 8 થી 10 ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો.
    એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. આ પાણીમાંથી અડધો કપ પાણી કાઢી લો
    ત્યારબાદ વધેલાં પાણીમં ધીમે ધીમે બેસન નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો.
    પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે આ મિશ્રણને હલાવતા હલાવતા જ થાળીમાં રેડી લો.
    15 થી 20 મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો.
    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો.
    થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો.
    હવે તેનાં પર સાઈડ કાઢી રાખેલું હૂંફાળું ખાંડનું પાણી રેડો. તમે તેની પર કોથમરી અને કોપરાનું  છીણ નાંખીને સર્વ કરી શકો છો.
    લો તૈયાર છે દરેકને ભાવે તેવાં નાયલોન ખમણ તેને ગ્રિન ચટણી સાથે સર્વ કરો.