ગરમીમાં તરોતાજા રાખશે ગ્રેપ યોગર્ટ

03 Apr, 2015

ઉનાળામાં ઠંડાપીણા, સ્વાસ્થ્ય વર્ધક પીણાની સાથે યોગ્રટ પણ આપણી પસંદ હોય છે.

સામગ્રી:
લીલી દ્રાક્ષ - 10-15
લો ફેટ દહીં - 1 કપ
મધ - 3 ટેબલસ્પૂન
એલાયચી પાઉડર - 2 ટીસ્પૂન
બૂરુ ખાંડ - 2 ટેબલસ્પૂન

બનાવવાની રીતઃ
1.
 એક વાટકીમાં મધ અને દહીં મિક્સ કરી લો.
2.
 પછી તેમાં એલાયચી પાઉડર તથા બૂરુ ખાંડ મિક્સ કરી એક બાજુ રાખી દો.
3.
દ્રાક્ષને ધોઈ સૂકવી બે ભાગ પાડી લો.
4.
એક ભાગ દ્રાક્ષને ક્રશ્ડ કરી એક બાજુ રાખી લો.
5.
હવે એક બાઉલમાં દહીંનું મિશ્રણ નાખી તેમાં ક્રશ્ડ દ્રાક્ષ તથા આખી દ્રાક્ષ બંને મિક્સ કરી ફ્રીઝમાં એક કલાક માટે મૂકી

દો.
6.
યોગર્ટ ઠંડું થઈ જાય એટલે તેને ર્સિંવગ ગ્લાસમાં કાઢી ચિલ્ડ સર્વ કરો.