સેવૈઆની મજેદાર વાનગી કોકોનટ પાયસમ

21 Mar, 2015

ઘરમાં ઝટપટ કશુંક મીઠું બનાવવું હોય તો પહેલી અને સોથી સરળ રેસીપી છે કોકોનટ પાયસમ. તે સ્વાદમાં હટકે લાગે છે. કેવી રીતે બનાવશો ...

સામગ્રીઃ
શ્રીફળ - 1 નંગ
સેવ -100 ગ્રામ
સાબુદાણા - 50 ગ્રામ
કાજુ - 10 નંગ
કિસમિસ - 7 નંગ
એલચી - 5થી 7 દાણા ફોલીને ખાંડી લેવા
ઘી - જરૂરીયાત મુજબ
ખાંડ - સ્વાદ અનુસાર
સજાવવા માટે ગુલાબ પાંદડી કે કેસર

બનાવવાની રીતઃ
1.
સૌ પહેલાં શ્રીફળને ખમણીને પછી તેમાં પાણી નાખીને મિક્સરમાં પીસી લો. તે ઘટ્ટ દૂધ  જેવું થઈ જાય એટલે કાઢીને અલગ કરો.
2.
એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં ઘઉં કે મેંદાની સેવને બદામી રંગે શેકી લો. બીજી બાજુ કાજુ-કિસમિસને ઘીમાં સાંતળી લો. સ્ટવ પરથી ઉતારીને બંને બાજુ પર મૂકી રાખો.
3.
હવે, એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો.
4.
તેમાં ધોયેલા સાબુદાણા નાખી અને ધીમા તાપે તે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો.
5.
પછી તેમાં શેકેલી સેવ પણ નાખો અને કાજુ-કિસમિસ પણ નાખો. નીચે ચોંટે નહીં તે માટે હલાવતા રહો.
6.
બધું ચડી જવા આવે ત્યારે શ્રીફળનું ઘટ્ટ દૂધ તેમાં નાખો અને તેને સરખી રીતે ભેળવી દો. હવે તેમાં એલચી પાઉડર ભભરાવો. તેને હલાવીને 2 મિનિટ ચડવા દો. પછી ઉતારી લો.
7.
કોકોનટ પાયસમ તૈયાર છે. ઠંડું થવા માટે ફ્રીઝમાં મૂકી રાખો. પછી તેને ગુલાબની પાંદડી કે કેસર વડે સજાવી સર્વ કરો.