Recipe : કેપ્સિકમ ચીઝ પરાઠાં

17 Feb, 2015

ઘઉંનો લોટ - ૨ કપ
સમારેલાં કેપ્સિકમ - ૧ નંગ
ચીઝ - ૨ સ્લાઇસ
લીલાં મરચાં - ૨થી ૩ નંગ
લસણ - ૧ ટીસ્પૂન
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - શેકવા માટે
રીત

ઘઉંના લોટમાં મીઠું, તેલ તથા જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો.

ત્યારબાદ કેપ્સિકમ, ચીઝ, લીલાં મરચાં અને લસણ નાખી મિક્સ કરી સ્ટફિંગ બનાવી લો.

હવે લોટની નાની-નાની રોટલી બનાવી તેની વચ્ચે સ્ટફિંગ ભરી તેના બોલ્સ બનાવી લો.

આ બોલ્સને થોડા જાડા વણી તવા ઉપર તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો.

પરોઠાં બની જાય એટલે તેને રાયતાની સાથે ગરમ ગરમ સર્વ કરો.

Loading...

Loading...