કેવી રીતે બનાવશો બીટરૂટ એન્ડ પોટેટો ચાટ

20 Mar, 2015

આપણે ગુજરાતીઓ જેટલા ચટાકાના શોખીન છીએ તેટલા ભાગ્યે જ કોઈ હશે. તેમાંયે જો સ્વાદ, ઝડપી અને સ્વાસ્થયપ્રદ ડીશ મળે તો પછી પૂછવું જ શું? આપણે બસ તૂટી પડીએ છીએ.

બનાવવા માટે તૈયારી કરતા 10થી15 મિનિટ લાગે.
બનાવતા 10થી 15 મિનિટ લાગે.


સામગ્રીઃ
બાફેલાં અને સમારેલાં બીટ - દોઢ કપ
બાફેલા અને સમારેલા બટાટા - દોઢ કપ
સમારેલાં ફુદીનાનાં પાન - 1/2 કપ
સમારેલી ડુંગળી - 1/4 કપ
લીલાં મરચાં - 1 નંગ
સીઝનલ ફ્રૂટ્સ (કોઈ પણ એક) - 1 કપ
સમારેલાં ટામેટાં - 2 નંગ
મીઠું - સ્વાદ અનુસાર

સજાવવા માટેઃ
ચાટ મસાલો - 1 ટેબલસ્પૂન
લીંબુનો રસ - 3 ટેબલસ્પૂન
ઓલિવ ઓઇલ - 3 ટેબલસ્પૂન

બનાવવાની રીતઃ
1.
 એક બાઉલમાં સુધારેલા સીઝનલ ફ્રૂટસ, સમારેલાં ટામેટા, લીલાં મરચા, બાફીને સમારેલા બીટ, બાફેલા બટેટા, ફૂદીનો, ડુંગળી અને મીઠું બધી જ સામગ્રી મિક્સ કરી લો.
2.
ત્યારબાદ સજાવવા માટેની બધી જ સામગ્રીને એક નાના બાઉલમાં મિક્સ કરી લો.
3.
મિક્સ કરેલા સલાડ પર સામગ્રી પાથરી તરત જ સર્વ કરો.