બનાના એન્ડ કુકુમ્બર સલાડ

14 Mar, 2015

ઝડપથી બની જાય છે. પરફેક્ટ ગુજરાતી ટેસ્ટ છે. તમને જો જમવામાં ગળપણવાળો ટેસ્ટ ગમતો હોય તો ખૂબ મજા આવશે.

ગુજરાતી સલાડ છે.
બનાવવા માટે તૈયારીમાં 5થી 7 મિનિટ લાગે.
બનાવવામાં 5થી 7 મિનિટ લાગે.

સામગ્રીઃ
કેળાં - 3 નંગ
કાકડી - 3 નંગ
લેમન જ્યૂસ - 2 ટી સ્પૂન
મગફળીના દાણા - 3 ટેબલ સ્પૂન
લીલાં કેપ્સિકમ - 2 નંગ
તાજી કોથમીર સુધારેલી - 1 ટેબલ સ્પૂન
તાજુ છીણેલું નાળિયેરનું ખમણ - 1 ટેબલ સ્પૂન
ખાંડ - 2 ટી સ્પૂન
નમક - સ્વાદનુસાર
ફીણેલું મોળું દહીં- 1 ટેબલ સ્પૂન

બનાવવાની રીતઃ
1.
સૌ પ્રથમ કાકડી, કેળાં, કેપ્સિકમ, કોથમીરને સારી રીતે ધોઈને સમારી લો.
2.
મગફળીના બી કે શિંગદાણાને થોડું મીઠું નાખીને બાફી લો.
3.
હવે, એક પ્લેટમાં કાકડી, કેળાંની સ્લાઇસ અને કેપ્સિકમની ચીરીઓ ગોઠવો.
4.
તેના પર બાફેલી મગફળીના દાણા ભભરાવો. તેના પર કોથમીર અને નાળિયેરનું છીણ પાથરો.
5.
દહીંમાં ખાંડ અને મીઠું ઉમેરી તેને સારી રીતે ફીણી લો, પછી સલાડ પર ર્ગાનિશ કરી સર્વ કરો.