રંગરસિયામાં રજૂ ન્યુડિટીનું સ્તર મારા મતે યોગ્યઃનંદિતા

05 Nov, 2014

ગુજરાતી ડાયરેક્ટર કેતન મહેતાની ફિલ્મ રંગરસિયા સાત તારીખે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી નંદિતા સેન જણાવે છે કે રંગરસિયામાં ન્યુડિટીનું સ્તર મારા ખ્યાલથી યોગ્ય છે અને તેનાથી હું સંતુષ્ટ છું. નંદિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ તારી કમબેક ફિલ્મ છે, તો તેણે જણાવ્યું હતું કે મેં ૨૦૧૦માં બંગાળી ફિલ્મ ઓટોગ્રાફમાં કામ કર્યું છે, હું હંમેશાં મારા કામમાં રૂઢિચુસ્તતાથી દૂર રહેવાનો પ્રયાસ કરું છું. હું જે ફિલ્મો પસંદ કરું છું તે હંમેશાં બોલિવૂડની પરંપરામાં ફિટ નથી બેસતી. મેં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડામાં કામ કર્યું છે. માત્ર એક કલાકાર તરીકે નહીં હું એક લેખક, એક્ટિવિસ્ટ તરીકે પણ કાર્યરત છું. મારી એક ઇચ્છા છે કે હું એક્શન ફિલ્મ કરું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેરળમાં રંગરસિયા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિલ્મની દ્રશ્યોના ધ્યાનમાં રાખીને આ રોક લગાવાઈ છે.