રણબીર કપુર અને દિપિકાની તમાશા ફિલ્‍મનો હવે ઇન્‍તજાર

29 Nov, 2014

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી દિપિકા અને રણબીર કપુર હવે ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. તમાશા ફિલ્‍મનુ શુટિંગ હાલ ચાલી રહ્યું છે. આ ફિલ્‍મનુ શુટિંગ ફ્રાન્‍સમાં કરવામાં આવી રહ્યું છે. ફિલ્‍મને વર્ષ ૨૦૧૫માં રજૂ કરવામાં આવે તેવી શક્‍યતા દેખાઇ રહી છે. આ બન્‍્નોની છેલ્લે યે જવાની હે દિવાની ફિલ્‍મ આવી હતી. જે સુપરહિટ રહી હતી. હવે તમાશામાં બન્‍્નો ચમકનાર છે. વિતેલા  વર્ષોમાં બન્‍્નો એકબીજાના ગળાડુબ પ્રેમમાં પણ હતા. નવમી જુલાઇથી ઇમ્‍તિયાઝ અલી અને રણબીર કપુર સાથે તે પોતાની ફિલ્‍મ તમાશા માટે શુટિંગ શરૂ થયું હતુ. આ ફિલ્‍મના શુટિંગને ઝડપથી કરવામાં આવી રહ્યું છે. દિપિકા ત્‍યારબાદ શુજીત સરકારની પીકુ અને ત્‍યારબાદ સંજય લીલા ભણશાળીની બાજીરાવ મસ્‍તાની ફિલ્‍મ માટે શુટિંગ કરનાર છે. આ ફિલ્‍મમાં તેની સાથે બોયફ્રેન્‍ડ રણવીર સિંહ રહેશે. આ ત્રણેય ફિલ્‍મો દરમિયાન તે પોતાના માટે બિલકુલ સમય કાઢી શકશે નહી. દિપિકા તાજેતરના વર્ષોમાં ટોપની અભિનેત્રી તરીકે ઉભરી છે. તેની ફિલ્‍મ તમામ લોકોને પસંદ પડી રહી છે.છેલ્લી તમામ ફિલ્‍મો તેની બોક્‍સ ઓફિસ પર સફળ રહી છે. જેથી તે સૌથી વ્‍યસ્‍ત અભિનેત્રી બની છે. શાહરૂખ સાથેની તેની ચેન્‍્નાાઇ એક્‍સપ્રેસ બોક્‍સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ઉપરાંત તેની રામ લીલા પર પણ જોરદાર રીતે સફળ રહી હતી. હવે તેની શાહરૂખ સાથેની જ હેપ્‍પી ન્‍યુ યર પર નજર છે. આ ફિલ્‍મમાં તે પોતાના હિસ્‍સાના શુટિંગને પૂર્ણ કરી ચુકી છે. વિતેલા વર્ષોમાં રણબીર સાથે તેના સંબંધ રહી ચુક્‍યા છે. દિપિકા અને રણબીર કપુરની જોડીને બોલિવુડમાં સૌથી આદર્શ જોડી તરીકે ગણવામાં આવે છે. આ જ કરાણસર નિર્માતા અને નિર્દેશકો રણબીર અને દિપિકાને સાથે લઇને ફિલ્‍મ બનાવવા માટે ઉત્‍સુક રહે છે.