25મી માર્ચે રામનવમીના દિવસે આ ઉપાયો દ્વારા મેળવો તમામ સંકટમાંથી છૂટકારો

23 Mar, 2018

 રામનવમીને અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આવો જાણીએ રામનવમીના દિવસે કયા કાર્યો દ્વારા વધુમાં વધુ લાભ મેળવી શકશો. મનોરથ સિદ્ધિ તારક મંત્ર આ રામનવમી પર તારક મંત્ર એટલે કે રામ નામની પાંચ માળા કરવાથી તમારા મનોરથ સિધ્ધ કરી શકશો. શ્રી રામનો ફોટો મુકી તેનું વિધિ પ્રમાણે પૂજન કરો અને ''ऊॅ रामभद्राय नमः'' મંત્રની ઓછામાં ઓછી 4 માળાનો જાપ કરવાથી તમારા કામમાં આવનારી તમામ અડચણોમાંથી મુક્તિ મેળવી શકશો. માન-સન્માન મેળવવા આ દિવસે ''ऊॅ जानकी वल्लभाय स्वाहा'' મંત્રની 10 માળાનો જાપ કરવાથી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેની સાથે ઘરનો કંકાશ પણ દૂર કરી શકાય છે. આર્થિક મજબૂતાઈ રામનવમીના દિવસે '' ऊॅ नमो भगवते रामचन्द्राय'' મંત્રની ઓછામાં ઓછી 5 માળાના જાપ કરવાથી આર્થિક મજબૂતાઈ આવે છે. અને સામાજીક પ્રતિષ્ઠામાં અનેક ગણો વધારો થાય છે. કોર્ટ-કચેરીના કામોમાં સફળતા આ દિવસે '' ऊॅ रामाय धनुष्पाणये स्वाहा'' મંત્રની 7 માળાનો જાપ કરવાથી તમારા દુશ્મનોનો નાશ થાય છે. જે લોકોને કોર્ટ-કચેરીના મુદ્દા ચાલી રહ્યા હોય તેમને વિજય પ્રાપ્તિ થાય છે. રામનવમીના દિવસે રામરક્ષા સ્ત્રોતનો વિધિવત પાઠ કરવાથી ભગવાન રામ તમારા માન-સન્માન અને શત્રુ સામે રક્ષણ થાય છે. રામ રક્ષા સ્ત્રોત રામનવમીના દિવસે રામ રક્ષા સત્રોતનો વિધિવત પાઠ કરવાથી શ્રી રામ દુશ્મનોથી તમને રક્ષણ પૂરું પાડે છે. 

જ્યોતિષમાં 30 તિથિઓનો ઉલ્લેખ છે. 15 તિથિઓ કૃષ્ણ પક્ષમાં અને 15 તિથિઓ શુક્લ પક્ષમાં હોય છે. પ્રત્યેક માસમાં નવમી તિથિ આવે છે, પણ ચૈત્ર માસમાં આવનારી નવમી તિથિને 'રામનવમી' કહે છે. તમામ નવમી તિથિઓમાં રામનવમીનું વિશેષ મહત્વ છે.