આ છે રાજકોટનું હિલ સ્ટેશન, અંદર જુરાસિક પાર્કમાં ડાયનાસોર

14 Oct, 2017

રાજકોટ: રાજકોટના હિલ સ્ટેશન સમાન ઇશ્વરિયા પાર્કમાં જુરાસિક પાર્ક બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ જાતિના ડાયનાસોરના પૂતળા મુકવામાં આવ્યા છે. દિવાળીનું વેકેશન આવી રહ્યું છે ત્યારે હરવા-ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટીનેશન માનવામાં આવે છે. અહીં દર રવિવારે લોકોનો મેળાવડો જામે છે તેમજ પીકનીક માટેનું બેસ્ટ સ્થળ ગણવામાં આવે છે.
 
ઇશ્વરીયા પાર્ક દિવાળી તહેવારોમાં ખુલ્લું રહેશે
માધાપર, વેલી ઓફ વાઇલ્ડ ફ્લાવર હીલ ગાર્ડન પ્રોજેક્ટ ઇશ્વરીયા પાર્ક દિવાળી તહેવારોમાં ખુલ્લું રહેશે. ઇશ્વરીયા પાર્ક દરરોજ બપોરે 3 થી રાતના 8 સુધી અને રવિવારે સવારે 10 થી રાતના 8 કલાકે ખુલ્લુ રહે છે. પાર્કમાં મંગળવારે અઠવાડિક રજા રાખવામાં આવે છે. 20 ઓક્ટોબર શુક્રવારથી 24 ઓકટોબર સુધી દિવાળી પર્વને અનુલક્ષી ઇશ્વરીયા પાર્ક ચાલુ રહેશે. પાર્કની મજા સવારે 10થી રાતના 8 સુધી જાહેર જનતા માણી શકશે. મ્યુઝીકલ ફુવારાનો આનંદ સાંજે 7 થી 7.30 માણી શકાશે. દિવાળીના સમય દરમિયાન પાર્કમાં બોટિંગ પણ ચાલુ છે. ફૂડકોટ પણ ઉપલબ્ધ છે. સાથે ઓપન એર થિયેટર નાના મોટા કાર્યક્રમો માટે પાર્કમાં ઉપલબ્ધ છે.