રાજકોટની મોજ: મેરેથોનમાં બોલાવી ગરબાની

06 Feb, 2017

રંગીલા રાજકોટીયનોની મોજ કંઇક અલગ જ હોય છે. આજે દેશની સૌથી મોટી મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ દોડમાં ભાગ લેવા માટે લોકો રેસકોર્સમાં એકત્ર થયા હતા. દોડતા દોડતા રસ્તામાં ક્યાંય પણ ચા-નાસ્તાની દુકાન આવે તો ઉભા રહી ગાંઠીયા અને બટેટા પૌવાની લિજ્જત માણી હતી. તો બીજી તરફ ડીજેના તાલે રાજકોટીયનોએ ગરબાની રમઝટ બોલાવી હતી અને ડાન્સ કર્યો હતો.