રાજકોટ: ઓપનિંગ સેરેમની રિહર્સલ, ગરબાની રમઝટ, ટાઇગરનો હટકે ડાન્સ

07 Apr, 2017

રાજકોટ : ગુજરાત લાયન્સ અને કોલકતા નાઇટ રાઇડર વચ્ચે આવતી કાલે આઇપીએલ મેચ રાજકોટમાં રમાનાર છે. ત્યારે આવતીકાલે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની પણ યોજાશે. ઓપનિંગ સેરેમની માટે આજે ટાઇગર શ્રોફ અને ભૂમિ ત્રિવેદી રાજકોટ આવી પહોંચ્યા છે. આજે ખંઢેરી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું રિહર્સલ યોજાયું છે. જેમાં ભૂમિ ત્રિવેદીના ગીતો પર ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ગરબાની રમઝટથી ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી રહી હતી. આવતીકાલે પણ ઓપનિંગ સેરેમનીમાં કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલશે. તેમજ ટાઇગર શ્રોફે પણ રિહર્સલમાં પોતાના કલા રજૂ કરતો હટકે ડાન્સ રજૂ કર્યો હતો. ઉપસ્થિત લોકોએ ટાઇગરના ડાન્સ પર ચિચિયારીઓ પાડી હતી.  
 
નગાડા સંગ ઢોલ બાજેના ગીત પર કલાકારોનું ધમાકેદાર પરફોર્મન્સ 
 
આજે ઓપનિંગ સેરેમનીના રિહર્સલમાં ભૂમિ ત્રિવેદીએ નગડા સંગ ઢોલ બાજે, પતંગ ઉડી ઉડી જાય તેવા ગીતો લલકારતા કલાકારો ઝુમી ઉઠ્યા અને ગરબાની રમઝટ બોલાવી હતી. કલાકારોએ પરંપરાગત વેશમાં ગરબાની રમઝટ બોલાવી હતી. ટાઇગર શ્રોફના ડાન્સને ઉપસ્થિત સૌ કોઇએ ચિચિયારી અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો.