બનાવો મોં મા પાણી લાવી દેતી ડીશ, 'રગડા પેટીસ'

20 Jan, 2015

સામગ્રી

૧ વાડકી છોલે ચણા.૪ નંગ બટાકા,
૨ ટે. સ્પૂન પનીર,
૧ ટે. સ્પૂન શેકેલી શીંગનો ભૂકો,
૧ ટી. સ્પૂન વાટેલાં આદું-મરચાં.૨ કાંદા,
૧ ટામેટું,
૮ કળી લસણ,
મોટો કટકો આદું,
૧ લીલું મરચું (ખાંડી નાંખવા).મીઠું સ્વાદ અનુસાર,
હળદર ચપટી
લાલ મરચું, 1/2 ટી. સ્પૂન
ગરમ મસાલો. 1/2 ટી. સ્પૂન
આમચૂર પાઉડર, ચપટી
સંચળનો ભૂકો ચપટી
૧ ટે. સ્પૂન તેલ, શે
લો ફ્રાઇંગ માટે તેલ,
૨ ટે. સ્પૂન આમલીની ચટણી,
સમારેલી કોથમીર.

રીત

-ચણાને ૭થી ૮ કલાક પલાળ્યા બાદ પ્રેશર કૂક કરવા.
-કાંદા, ટામેટાં ઝીણાં સમારવાં. લસણ ખાંડવું. ૧ ટે. સ્પૂન તેલ ગરમ મૂકી તેમને સાંતળવાં.
-હળદર, લાલ મરચું, ખાંડેલાં આદું-મરચાં, ગરમ મસાલો નાંખી સાંતળવાનું ચાલુ રાખવું.
-બાફેલા છોલે નાંખી મીઠું, આમચૂર, સંચળ નાંખવાં. ૨ વાડકી પાણી ઉમેરવું.
-થોડા છોલે ભાંગી નાંખવા. ઉકળીને જાડો રસો થાય એટલે ઉતારી લેવું.
-બટાકાને બાફી, છોલી, માવો કરવો. પનીર, શીંગનો ભૂકો, થોડી કોથમીર નાંખવી.
-મીઠું, આદું-મરચાં નાંખી, મસળીને પેટીસ વાળવી.
-નોન-સ્ટિકમાં તેલ મૂકતાં જઈ ગુલાબી શેકવી. દરેક ડિશમાં પેટીસ મૂકી ઉપર રગડો મૂકવો.
-આમલીની ચટણી મૂકી, કોથમીર ભભરાવી વાનગી ઉપયોગમાં લેવી.

નોંધ :
છોલે ચણા પ્રોટીનસભર છે. આયર્નયુક્ત છે.
પેટીસમાં બટાકા, પનીર, શીંગનું મિશ્રણ પોષણ ભરપૂર છે.
રગડો તથા પેટીસ સંપૂર્ણ પૌષ્ટિક વાનગીમાં પરિણમે છે.