સબ ઉન્નીસ, યે બીસ હૈ, યે અમદાવાદી રઇસ હૈ : 'રઇસ'નું પોસ્ટર અને ટીઝર રીલિઝ

18 Jul, 2015

બે અમદાવાદીઓએ લખેલી ફિલ્મ 'રઇસ'નું ટીઝર લોન્ચ થતાં જ ઓનલાઇન અને ઓફલાઇન બધે જ એની ચર્ચા થઈ રહી છે. બોલીવૂડ પણ એના પર ફિદા થયું છે.

શાહરુખ ખાને પોતાની ફિલ્મ 'રઇસ'નાં બે પોસ્ટર્સની સાથોસાથ ટીઝર પણ લોન્ચ કરતાની સાથે જ સલમાન ખાન સાથેની તેની બિગ ટક્કરનો તખ્તો ઘડાઈ ગયો છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં એક જ દિવસે રિલીઝ થનારી ફિલ્મ્સ 'રઇસ' અને સલમાન ખાનની 'સુલ્તાન'ને લઈને બંને ખાનના ફેન્સ વચ્ચે વોર વધારે તીવ્ર બની છે.
'રઇસ'નું પોસ્ટર અને ટીઝર રીલિઝ થતાં જ બોલીવૂડે એમાં ખાસ રસ લીધો હતો. હુમા કુરૈશી, મિકા સિંઘ અને ફિલ્મ ડિરેક્ટર અનુભવ સિંહા સહિત અનેક સેલિબ્રિટિઝે રઇસને ઓનલાઇન સપોર્ટ આપ્યો હતો. હુમાએ ટ્વીટ કર્યું છે કે, 'ધ કિંગ ઇઝ હિઅર. બનિયે કા દિમાગ ઔર મિયાભાઈ કા ડેરિંગ.' મિકાએ લખ્યું હતું કે, 'રઇસનું અદ્વિતીય ટીઝર જુઓ. મેં લાંબા સમય પછી કંઈ ઇન્ટરેસ્ટિંગ જોયું.'

અનુભવ સિંહાએ ટીઝર જોવા વિશે ટ્વીટ કર્યું હતું કે, 'મેં સૌથી પહેલાં ફ્રેન્ડના ટ્રેલર તરીકે જોયું. એ પછી શાહરુખના ટ્રેલર તરીકે અને એ પછી મૂવી ટ્રેલર તરીકે.'

મેકિંગ દરમિયાનની કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાત જાણીએ
અમદાવાદ બેઝ્ડ અને બે અમદાવાદી-હરિત મહેતા અને આશિષ વશી દ્વારા લખાયેલી આ ફિલ્મમાં શાહરુખ ક્રૂર અને ચાલાક બૂટલેગરના રોલમાં છે. એક બહાદૂર પોલીસ ઓફિસર તેનો પીછો કરતાં તે મુશ્કેલીમાં મુકાય છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન તેની વાઇફના રોલમાં છે.
ફિલ્મમાં શાહરુખનો મૂછોવાળો લુક ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે.
આ ફિલ્મનું શૂટિંગ કરવું શાહરુખ માટે સરળ રહ્યું નથી. ઘૂંટણમાં ઇજાને લીધે તેની મુશ્કેલી વધી ગઈ હતી. આ વર્ષે 21 મેએ તેના ડાબા ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરે તેને 3થી 4 દિવસ સંપૂર્ણ આરામ કરવા કહ્યું હતું. આમ છતાં તે સેટ પર પહોંચી ગયો હતો.
ફિલ્મના કેટલાક એક્શન સીન્સ માટે મુંબઈના ફિલ્મસિટીમાં ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, વરસાદને લીધે એને નુકસાન થયું હતું.
'ઓમ શાંતિ ઓમ' અને 'હેપ્પી ન્યૂ યર' પછી શાહરુખ ફરી એક વખત આ ફિલ્મમાં શર્ટલેસ અવતારમાં જોવા મળશે.
ફિલ્મમાં શાહરુખની એક્ટ્રેસ માહિરા તેની ટીવી સીરિયલ 'હમસફર'થી પોપ્યૂલર થઈ હતી.
શાહરુખને શરૂઆતથી જ 'રઇસ'માં ખૂબ જ રસ પડ્યો હતો. સામાન્ય રીતે તે મૂવી સેટ પર લેટ આવવા માટે જાણીતો છે. જોકે, 'રઇસ'ના સેટ પર તે સમય કરતાં પહેલાં જ આવે છે. જેના લીધે બીજા એક્ટર્સ પણ વહેલાં આવતા થઈ ગયા હતા. શરૂઆતમાં શાહરુખ વહેલો આવ્યો હતો ત્યારે બધા ગભરાઈ ગયા હતા. તેમણે વિચાર્યું હતું કે કો-ઓર્ડિનેશનમાં ભૂલ થઈ ગઈ છે.

ટીઝરની 5 હાઇલાઇટ્સ
પ્લોટ અને કૅરૅક્ટરની ઝલક મળે છે
બધા જ લોકો જાણે છે કે, ફિલ્મમાં શાહરુખ ગુજરાતી બુટલેગરના રોલમાં છે, પરંતુ ટીઝર જોતા તરત ખ્યાલ આવી જાય છે કે, ફિલ્મમાં શાહરુખનું કૅરૅક્ટર લિકર બોટલ્સનું સ્મગ્લિંગ કરે છે. શાહરુખનું કેરેક્ટર ચૂંટણી લડતો હોવાની પણ ખબર પડે છે. ફિલ્મનો સેટ ભલે મુંબઈમાં ઊભો કરાયો છે, પણ અમદાવાદની પોળનો ઓથેન્ટિક લૂક જરૂર જોવા મળે છે. કેમ કે પોળનો સ્ટડી કરાયા બાદ એને અનુરૂપ સેટ તૈયાર કરાયો.
કૅરૅક્ટરનો મિજાજ કહી જાય છે
ટીઝરમાં શાહરુખ કહે છે કે, 'અમ્મી જાન કહેતી હૈ કી ધંધે સે બડા કોઈ ધર્મ નહિ હોતા.' આ વાત તેના કૅરૅક્ટરનો મિજાજ કહી જાય છે. સાથોસાથ ફિલ્મનાં એક પોસ્ટરમાં એક લાઇન પણ ધ્યાન ખેંચે છે કે, સબ ઉન્નીસ, યે બીસ હૈ, યે અમદાવાદી રઇસ હૈ.
પાવરફુલ એન્ટ્રી
ટ્રેલરમાં શાહરુખની એન્ટ્રી પર સીટી ન વાગે તો જ આશ્ચર્ય થાય. કેમ કે, ખૂબ જ ઇન્ટેન્સ સીનમાં સફેદ ધુમાડાની વચ્ચેથી શાહરુખ બહાર આવે છે અને તેના હાથમાં દંડો જોવા મળે છે. બોલીવૂડના ટિપિકલ હીરોની આવી એન્ટ્રી પર ઓડિયન્સ ફિદા થઈ જાય છે.
નવો લુક
શાહરુખ આ ફિલ્મમાં દાઢીવાળા લુકમાં છે. જોકે, આ પહેલાં પણ 'ડોન 2' અને 'હેપ્પી ન્યૂ યર'માં તે બર્ડેડ લુકમાં જોવા મળ્યો છે, પરંતુ 'રઇસ'ના ટીઝરમાં તે બિલકુલ રોકિંગ લાગે છે.
બેકગ્રાઉન્ડ સ્કોર
ફિલ્મનો પ્લોટ અને શાહરુખની એક્ટિંગ જેટલી દમદાર છે એટલું જ દમદાર બેકગ્રાઉન્ડ સ્કોર છે.

Srk haters ko [email protected]
ડિપ્લોમેટિક બન્યા સિવાય મને કહો કે તમને કયું ટ્રેલર ગમ્યું? Rt for #raees
Fan [email protected]
'રઇસ' સાથે 'સુલ્તાન' ટકરાઈ રહી હોવાથી સલમાનના બિચારા ફેન્સ ચિંતા કરી રહ્યા છે.
Concise box office
હું માનું છું કે 'રઇસ' સહેલાઇથી ઇન્ડિયામાં બોક્સ-ઓફિસ પર સુલ્તાનને પછાડશે.
Govind [email protected]
'રઇસ' અને 'સુલ્તાન'નું ટીઝર જોયા પછી હું નથી ઇચ્છતો કે બંને વચ્ચે ક્લેશ થાય. ચોક્કસ જ બંને પોટેન્શિયલ બ્લોકબસ્ટર્સ છે.
Shahrukh khan [email protected]
જો સલમાન રિયલ મર્દ હોય તો અમે તેને 'રઇસ'ની સાથે જ 'સુલ્તાન'ને રિલીઝ કરવાની ચેલેન્જ કરીએ છીએ.

પાકિસ્તાનમાં પણ 'રઇસગીરી'
'રઇસ'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો ત્યારથી ઇન્ડિયાની સાથોસાથ પાકિસ્તાનમાં રહેલા શાહરુખના ફેન્સ પણ ટીઝરની આતુરતાથી રાહ જોતા હતા. પાકિસ્તાનીઓને પણ ફિલ્મનું ટીઝર થ્રિલિંગ લાગ્યું છે. જોકે, એક વાત તેમને ખટકી કે, આ ટીઝરમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનની એક પણ ઝલક જોવા મળી નથી.