ચોમાસામાં પ્રાઇવેટ પાર્ટ માંથી આવતી ખંજવાળ નો ઉપાય કરો

04 Jul, 2018

વરસાદમાં પલળવાની કોને મજા ન આવે? પરંતુ, આ મજા ક્યારેક સજામાં પણ ફેરવાઈ શકે છે. જો તમે ભીના કપડાંને લાંબો સમય પહેરી રાખો, અને તેમાંય જો તમારી અંડરવેર ભીની થઈ જાય અને તમે તેને બદલો નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આમ પણ, તમે રેઈનકોટ પહેર્યો હોય તો પણ વધારે વરસાદમાં તમે બાઈક પર જઈ રહ્યા હો ત્યારે પેન્ટનો ઉપરનો ભાગ પલળી જ જાય છે, જે તમારા માટે ખતરનાક બની શકે છે.

 
જો તમે સ્કિન ઇન્ફેક્શન થાય છે તો આગળ ન વધે તે માટે જે જગ્યા પર ઇન્ફેક્શન હોય ત્યાં એન્ટિ ફંગલ પાઉડરનો નિયમિત છંટકાવ કરો. તમારી સ્કિનને હંમેશા ડ્રાય રાખો. ભીના કપડા પહરેવાથી દૂર રહો. તેમાં પણ ભીના બૂટ તો તાત્કાલીક બદલી દેવા જોઈએ. આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો આ ચોમાસામાં તમને ચામડીના એકપણ રોગ નહીં થાય.
 

 
જ્યારે કેટલાક ટોચના સ્કિનકેર નિષ્ણાંતો જણાવે છે કે ચોમાસામાં થતી આ જુદી જુદી એલર્જી અને ચામડીના રોગની સમસ્યા માટે ઘરગથ્થુ ઉપાય જેવા કે ફ્રુટ અથવા બરફ ઘસવો. નિયમિત સ્કિન મોશ્ચરાઇઝર લગાવવું. તેમાં પણ જેમને ડાયાબિટીસ હોય તેઓને સ્કિનની જુદી જુદી બીમારી થવાની શક્યતા વધી જાય છે. આ માટે તેઓ જ્યારે પણ ચામડી પર રેશિસ જુવે કે તરત જ ડોક્ટરની મુલાકાત લઈ લેવી જોઈએ.
 
નોન-બ્લ્યૂઅલ અને બ્લ્યુસ એમ્ફીગોગો, ફંગલ ચેપ, વારંવારના ફોલિકલ્ટિસ, ટિના કેપિટિસ (વાળનો ફંગલ ચેપ) જેવી એલર્જી સામાન્ય રીતે ચોમાસામાં લોકોને થતી જોવા મળે છે. તેમાં પણ બાળકો તેના ખાસ શિકાર થાય છે. જેને અટકાવવા માટે વરસાદમાં રમ્યા પછી તાત્કાલિક એન્ટિ-બેક્ટેરિયલ સાબુથી સ્નાન ખૂબ મહત્વુ છે. ઉપરાંત, ડીહાઈડ્રેશન ટાળવા માટે વ્યક્તિએ ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ.
 

 
ગરમી અને ભેજવાળી હવા ફંગલ અને બેક્ટેરિયલ ઇન્પેક્શનને વધવા માટે સહાયતા કરે છે માટે આ ઋતુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભીના બૂટ કે મોજા પહેરવાથી પગમાં સતત ખંજવાળ થવાની શક્યતા છે જેને કેન્ડિડા નામની ફંગસ કહેવામાં આવે છે. જો તમને પણ આવું થતું હોય તો નિયમિત રીતે હુંફાળા પાણીથી પહેલા પગ ધોઈ નાખો અને પછે તેને સરખી રીતે લુછી એકદમ કોરા કરો અને તેના પર એન્ટિ ફંગલ પાઉડર છાંટો. આ સાથે સૌથી મહત્વની વસ્તુ કે હંમશા છત્રી કે રેઇન કોટ સાથે રાખો અને બને ત્યાં સુધી કોરા રાખો.