Preview : તેવર

08 Jan, 2015

કલાકાર : અર્જુન કપૂર, સોનાક્ષી સિંહામનોજ વાજપેયી

નિર્દેશક : અમિત શર્મા

સંગીત : સાજીદ - વાજિદ
સંભવિત રિલીઝ : ૯ જાન્યુઆરી

પિન્ટુ શુક્લા(અર્જુન કપૂર) આગ્રાનો લોકલ કબડ્ડી ચેમ્પિયન છે. તે રાધિકા મિશ્રા(સોનાક્ષી સિંહા)ના એકપક્ષીય પ્રેમમાં છે. તે પ્રેમમાં દીવાનો છે. બીજી તરફ મથુરાના બાહુબલી નેતા ગજેન્દ્ર સિંહ(મનોજ વાજપેયી)નું ગામમાં ખૂબ જોર છે. ગજેન્દ્ર સિંહ પણ રાધિકા મિશ્રા પાછળ પાગલ છે. રાધિકાને કોઇ પણ રીતે ગજેન્દ્રથી પીછો છોડાવવો છે. જે માટે પિન્ટુ રાધિકાની વહારે આવે છે. ત્યારપછી ગામના લોકલ કબડ્ડી ચેમ્પિયન પિન્ટુ અને બાહુબલી નેતા ગજેન્દ્રસિંહ વચ્ચે ઘમસાણ સર્જાય છે. દરમ્યાન રાધિકા ધીમે ધીમે પિન્ટુને પ્રેમ કરવા માંડે છે. ત્યારપછી ઘમસાણ વધુ તેજ બને છે.

યે અંદર કી બાત હૈ!
  • 'તેવર' ૨૦૦૩માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'ઓક્કાડુ'ની રિમેક છે. જેમાં મહેશ બાબુ અને ભૂમિકા ચાવલા મુખ્ય ભૂમિકામાં હતાં.
  • ફિલ્મના પ્રોડયુસર અર્જુન કપૂરના પિતા બોની કપૂર અને કાકા સંજય કપૂર છે.
  • ફિલ્મ ઉત્તરપ્રદેશના બેકડ્રોપ પર છે. ફિલ્મનું ઘણું શૂટિંગ આગ્રા અને મથુરામાં થયું છે. જયપુર અને મહારાષ્ટ્રના પંઢરપુર તેમજ મુંબઈમાં પણ ફિલ્મનું શૂટિંગ થયું છે.

Loading...

Loading...