તમારું બાળક બને હોશિયાર કે ઢગલા નો ઢ ? જાણો પ્રેગ્નન્સી વખતે જ...

04 Jul, 2018

માતા અને શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સમગ્ર વિશ્વભરમાં એ જ અનુભવ છે કે જ્યાં પણ નિયમિત તપાસ (એન્ટીનેટલ કેર) અને દેખભાળની સુવિધાઓ છે ત્યાં માતાનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે તેમ જ શિશુ પણ સારા અને સ્વસ્થ રહે છે. જ્યાં તપાસ નથી થતી ત્યાં શિશુ અને માતામાં કોમ્પ્લિકેશન્સ તેમ જ મૃત્યુ દર વધારે હોય છે.

 

 
ગર્ભાવસ્થા લગભગ નવ મહિના અને સાત દિવસ (280 દિવસ)ની હોય છે. આ સમયગાળા દરમિયાન નાની-મોટી તકલીફ રહેવી સામાન્ય વાત છે અને તેની ઉપર અનેક વિષય ઉપર સલાહ, માર્ગદર્શન, ઈલાજ, નિયમિત તપાસ લેવી જરૂરી હોય છે.
 
હકીકતમાં બાળકનો દરેક પ્રકારનો વિકાસ માતાની કૂખમાં જ શરૂ થઈ જાય છે. ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન જ માતા કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો, બાળક હોશિયાર બનવાની સાથે-સાથે ડાહ્યું પણ બને છે. આવું આધુનિક વિજ્ઞાન કહે છે. જ્યારે આપણે ત્યાં એટલે જ ડોશી શાસ્ત્રમાં ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ભગવાન અને મહાપુરુષોના જીવન ચરિત્ર વાચવાનું કહેવામાં આવ્યું છે.
 
ગર્ભમાં બાળક 3 માસનું થાય ત્યારથી જ તેને વાર્તા સંભળાવો, જેથી તે ભાષાને ઓળખશે અને શબ્દો અને અવાજો યાદ રાખવા લાગશે.
 
બાળક જ્યારે તમારા ગર્ભમાં હોય ત્યારે તમારા બોલ-ચાલ, સ્વાસ્થ્ય અને વિચારોની અસર તેના પર પડે છે. તમે જેટલા ખુશ અને તંદુરસ્ત રહેશો અને જેટલા સક્રીય રહેશો બાળક પણ તેટલું જ ખુશ મિજજા અને ઓછું કજીયો કરનારું બનશે.
 
સનબાથ અથવા સૂર્યસ્નાન તમારા અને આવનાર બાળક, બંન્ને માટે ફાયદાકારક રહેશે. તેનાથી બાળકના હાડકા મજબૂત બનશે અને તમારી તેમજ બાળકની વિટામિન ડીની ઉણપ પૂરી થશે.
 

 
20માં સપ્તાહથી બાળક આભાસ કરવાનું શરૂ કરે છે. પેટ પર ઓલિવ ઓઈલ કે બદામના તેલથી માલિશ કરવી. આ સમયથી બાળક મા-બાપના સ્પર્શને પણ ઓળખે છે.
 
બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે સંગીત સાંભળે તો તેના શરીરમાં પણ આપણી જેમ અલગ અલગ હોર્મોન્સ અને ભાવ ઉત્પન્ન થાય છે. જેનાથી તેને ખુશી અને શાંતિ મળે છે. માટે નિયમિત રીતે શાંત અને ફીલ ગુડ કરાવતું મ્યુઝિક સાંભળવું જોઈએ.