ગર્ભાવસ્થા દરમિયાન દરેક પત્નીને હોય છે પતિ પાસેથી આવી ખાસ અપેક્ષાઓ!

01 Jan, 2016

 ગર્ભાવસ્થાનો સમય ભાવનાત્મક પણ હોય છે. આ સમય મહિલાઓને પતિની સૌથી વધુ જરૂર હોય છે. આ એ સમય હોય છે, જ્યારે પત્નીની સાથે-સાથે પતિ પણ પિતા બનવાની તૈયારીઓ કરી રહ્યા હોય છે, પરંતુ આ સમયમાં એકબીજાને માનસિક અને શારીરિક રીતે સપોર્ટ આપીને ચાલવાથી 9 મહિનાનો સમય સરળતાથી પસાર થઈ જાય છે.

 
સપોર્ટ અને કેર છે જરૂરી
 
જો તમે તમારી પત્નીને આવી સ્થિતિમાં સપોર્ટ કરી તેને લાચાર મહેસુસ કરવાથી બચાવો છો તો તે માનસિક અને શારીરિક રીતે હેલ્ધી રહેશે. આ દરમિયાન પત્નીને તમારી સારસંભાળની સૌથી વધુ જરૂર હોય છે. પ્રયાસ કરો કે પૂરા 9 મહિના સુધી તેમની સંભાળની સાથે ડિલીવરીના સમયમાં પણ તમે સાથે રહો.
 
પેમ્પર કરો
 
મહિલા જો કોઈ સમસ્યામાંથી પસાર થઈ રહી હોય અને તેને પ્રેમ કરનાર વ્યક્તિ તેને પેમ્પર કરે તો તે ખૂબ ઝડપથી સામાન્ય થઈ જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન તમે પોતાની પત્ની સાથે દલીલ ન કરો. જો તે પરેશાન છે અને તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે તો તેને શાંતિથી સમજાવો કે આ સમયમાં શું બહેતર છે અને શું નહીં.
 
જરૂરિયાતોને પૂરી કરો
 
ગર્ભસ્થ મહિલાની જરૂરિયાતો સામાન્ય મહિલા કરતા થોડી અલગ હોય છે. સૌથી જરૂરી હોય છે ખાનપાન. ક્યારેક ક્યારેક તેઓ અડધી રાતના પણ ખાવાની અથવા કંઈક ખાસ પ્રકારની વાનગીની ડિમાંડ કરવા લાગે છે. પ્રયાસ કરો કે જો સરળતાથી કંઈક બનાવી શકતા હોવ તો ખચકાવ નહીં પ્રેમથી તેમને તે વસ્તુ બનાવી આપો. ઘરમાં થોડી એવી વસ્તુઓ એવી રાખો જે તેમને ભૂખ લાગવા પર આપી શકાય.
 
આરામનું ધ્યાન રાખો
 
ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવાથી મહિલાઓને પરેશાની થતી હોય છે. સાથે જ હોર્મોન્સમાં ચેંજેસ પણ થતા હોય છે. પ્રયાસ કરો કે આ દરમિયાન તેને પૂરો આરામ મળે. સમય કાઢીને તેને બહાર લંચ અથવા ડિનર પર લઈ જાવ. સવાર-સાંજ વૉક કરાવો. આ દરમિયાન કોઈ સારી અને ફેમિલી મૂવી બતાવો.
 
ગર્ભવતી મહિલાના વિચાર છે અગત્ય
 
પતિની સાથે-સાથે પત્નીએ પણ આ વાતનું ખ્યાન રાખવું જોઈએ કે તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમના પતિ પણ એ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સ્ત્રીમાં પ્રાકૃતિક રૂપથી સહન કરવાની ક્ષમતા વધુ હોય છે. કદાચ આ જ કારણ છે કે પ્રકૃતિએ પુરૂષની જગ્યાએ સ્ત્રીને આ અધિકાર અને જવાબદારી આપી છે કે તે નવા જીવનને જન્મ આપે. મહિલાએ પોતાની આ ખૂબીને સમજીને સ્વયંને મજબૂત રાખવી જોઈએ. કેટલીક વખત જરૂરિયાતના સમયે પતિનો સાથ ન મળવા પર નારાજગીના ભાવ આવી જાય છે. એવા સમય પર પત્નીને સમજવાની જરૂરી છે કે તેનો પતિ તેના અને આવનાર બાળકના બહેતર ભવિષ્ય માટે જ વ્યસ્ત છે.
 
પિતા બનવાની તૈયારી પણ છે જરૂરી
 
1. સ્વયંને એક્ટિવ રાખો જેનાથી તે સમજી શકે કે આવનાર બાળકની કોઈ જરૂરિયાતના સમયે તમે કેટલા તૈયારી છો. નાના બાળકને રહી-રહીને ભૂખ લાગતી હોય છે અથવા નેપી ભીનું થવા પર તેને બદલવાની જરૂર હોય છે.
 
2. એક સારા પિતા બનવા માટે ખૂબ જરૂરી છે કે તમે પેરન્ટિંગની કળા શીખો. પિતા બન્યાં પછી દરેક દિવસ પડકારભર્યો હોય છે એટલે આ પડકારને સ્વીકારો અને તેમને દરેક સમયે શીખવાનો પ્રયાસ કરો.
 
3. પિતા બનવાની પળ પણ એટલી જ ભાવનાત્મક હોય છે, પરંતુ પુરૂષ કાયમ પોતાની ભાવનાઓ જાહેર નથી કરતા. પ્રયાસ કરો કે પત્ની અને આવનાર બાળકના પ્રત્યે કલ્પનાઓના સંસારની રચના કરો.