અહિયાં કીચડમાંથી બનેલી રોટલી ખાવા મજબુર છે લોકો, જોશો તો અશ્રુ સરી પડશે

27 Jun, 2018

વીરેન્દ્ર સહેવાગે વિડીયોને શેર કરતા ઈમોશનલ અપીલ કરી છે. તેમને લખ્યું છે કે, "ગરીબી! હૈતીમાં માટીમાં મીઠું ભેળવી રોટલી બનાવવામાં આવે છે જે ત્યાના લોકો ખાઈ રહ્યા છે. પ્લીઝ. પ્લીઝ ખાવાનો નાશ કરશો નહી. જે તેનો આદર નથી કરતા તે કોઈના માટે ઘણી મહત્વની છે. તમારું બચેલું ખાવાનું કોઈ જરૂરિયાતને દાન કરો અથવા પછી રોટી બેંક સુધી પહોચાડો જે જરૂરિયાત લોકોને ખાવાનું પહોંચાડે છે."

તમે આ વિડીયો જોઈ શકો છે કે, લોકો માટીમાં મીઠું ભેળવી અને પાણી મેળવી રોટલી બનાવવા માટે તૈયાર કરી રહ્યા છે, ત્યાર બાદ તે આ કાદવને તડકામાં રોટલીનો આકાર આપી સૂકવવા માટે રાખે છે. ત્યાર બાદ અહી લોકો અને બાળકો મીઠામાં મળેલી આ રોટલી ખાઈ રહ્યા છે.

 

જી હા, અમે વાત કેરેબિયન આઈલેન્ડ 'હૈતી' ની વાત કરી રહ્યા છીએ. અહીની પરીસ્થિતિ એટલી ખરાબ છે કે, લોકોને ખાવા માટે કંઈપણ મળી રહ્યું નથી. અહી લોકો ભીની માટીમાં મીઠું ભેળવી રોટલી બનાવી રહ્યા છે અને પોતાની બાળકોની સાથે મળી આ રોટલીઓને ખાઈ રહ્યા છે.

આ દેશની કહાની ખુબ જ દયનીય છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જે ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોને જોઇને બધાને તેમના પર દયા આવી જાશે.