પીપળા ના ઝાડ માં ભૂત નહી ભગવાન વાસ કરે છે જાણો કેવી રીતે કરશો પૂજા

24 Mar, 2018

 આપણે સદિયોથી માનીએ છીએ કે કેટલાક પ્રકારના ઝાડ પર અનેક પ્રકારના ભૂતોનો વાસ હોય છે, જેમાંથી પીપળાના ઝાડની ચર્ચા સૌથી વધારે હોય છે. એટલા માટે આપણે આ ઝાડની નજીક જતા રોકવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે પીપળના ઝાડના પ્રત્યેક પાન પર ભગવાનનો વાસ હોય છે? જો તમે તમારી આજુબાજુ ધ્યાન આપ્યું હોય અને અનુભવ્યું હોય તો ક્યાંય પણ હવા ના ચાલતી હોય, પરંતુ પીપળાનું દરેક પાન તમને ડોલતું નજર આવશે. આખરે આ ચમત્કારનું કયું કારણ છે? બસ આ જ વાત પર આજે આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે આપણા જ્યોતિષ આચાર્ય અજય ત્રિવેદીજી પીપળાના ઝાડની પૂજા વિશે કઈ જાણી આપી રહ્યા છે, અને શું પીપળાના ઝાડ પર સાચે જ ભૂત હોય છે કે નહી.

 
જ્યારે કોઇ વ્યક્તિની મૃત્યું થાય છે, ત્યારે આ ઝાડ પર ઘટ બાંધવામાં આવે છે, તે ઝાડ પીપળાનું જ હોય છે. એવું એટલા માટે છે કેમકે પીપળાના ઝાડ પર પૂરા ૩૩ કોટિ ભગવાનનો વાસ હોય છે.
 
આપણા ધર્મ શાસ્ત્રો અનુસાર કોટિનો મતલબ હજાર થાય છે, જેનો મતલબ છે કે પીપળાના એક એક પાન પર ૩૩ કોટિ ભગવાન વિરાજમાન છે.
 
આ ઝાડમાં પિત્રૃઓનો પણ વાસ હોય છે. અને પિત્રૃઓની પૂજા પણ આ ઝાડમાં કરવામાં આવે છે.
 
જેટલું સંભવ થાય આ ઝાડની પૂજા આપણે કરવી જોઈએ કેમકે ખરાબથી ખરાબ લોકો અને શક્તિઓ પણ આપણને આર્શીવાદ આપવા લાગે છે. આપણા ખરાબ સમયમાં જ્યારે આપણે પીપળાના ઝાડની પૂજા કરીશું, તો આપણને આર્શીવાદ મળશે કેમકે તેમાં આપણા પિત્રૃઓ સમાયેલા છે, જે આપણને તેમનો આર્શીવાદ આપે છે.
 
પીપળાનું વૃક્ષ જેટલું જુનું હોય છે, એટલું જ લાભદાયક હોય છે એટલા માટે આપણે સદાય તેની પૂજા કરવી જોઇએ અને તેનાથી ડરવું ના જોઈએ.
 
પીપળાના ઝાડની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને તેમાં વસેલા બધા દેવી-દેવતા તમારી પર ખુશ થશે.