શા માટે પીરીયડ્ઝ વખતે વધુ રક્ત સ્ત્રાવ થાય છે ? અવગણના નહીં કરતા..

17 Mar, 2018

આાજકાલ પીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સમસ્યા સામાન્ય કરતા વધુ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા જે કિશોરીઓને પીરિયડ્સની શરઆત હોય તેમનામાં અને જે સ્ત્રીઓને મેનોપોઝ Menopuseની શરઆત હોય તેમનામાં વધારે જોવા મળે છે.

 
પીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સાથે પેઢાનો દુખાવો, થકાવટ, માનસિક તણાવ, અનિંદ્રા, ભૂખ ઓછી લાગવી, વાળ ઉતરવા તથા હિમોગ્લોબીન ઓછું થઇ જવાની ફરિયાદ પણ જોવા મળે છે. આ સમસ્યાને કારણે નોકરી કરતી સ્ત્રીઓ ઓફિસમાં ધ્યાન દઈને કામ કરી શકતી નથી તથા ઘણીવાર ઓફિસમાં રાજાઓ પણ પાડવી પડે છે.
 
પીરિયડમાં વધુ પડતા રક્તસ્ત્રાવના કારણો :-
 
-ફાઇબ્રાઇડ્સ   
-ઈન્ડોમેટ્રીયોસીસ 
-એડિનોમાયોસીસ  
-હોર્મોનલ ઈમ્બેલન્સ
-પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (પી.સી. ઓ.ડી)પેલ્વિક ઇન્ફેકશન 
-કેન્સર 
-માનસિક તણાવ 
-ઓફિસ કે ઘરના વાતાવરણંમા બદલાવ 
-વધુ પડતું વજન અથવા જરૂર કરતાં ઓછુ વજન 
-અનિદ્રા 
 
આ સમસ્યામાં કઈ તપાસ કરાવવી જોઇએ:-
 
સૌ પ્રથમ ક્વાલિફાઇડ ગાયનેકોલોજીસ્ટ નો સંપર્ક કરી તેમની પાસે સમસ્યાની ચર્ચા કરવી જોઇએ.
 
તપાસ કરાવવી, જેમાં સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ -cbc, Thyroid, HB, Liver Function Test વગેરે બ્લીડિંગ ક્લોટ ટેસ્ટ કરવામાં આવે છે  
 
પીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સારવાર :-
 
વધુ પડતા રક્તસ્ત્રાવની સારવાર તેના થવાના કારણો મુજબ નક્કી થાય છે. મોટાભાગે દવાઓ તથા
જરૂરીયાત પ્રમાણેના ઈન્જેક્શનનો કોર્સ કરવાથી રક્તસ્ત્રાવ નિયમિત તથા સામાન્ય થઈ જાય છે.
 
કેટલાક દર્દીઓને સર્જરી કરવાની જરૂર પણ પડે છે. અને અમુક કિસ્સાઓમાં જો દર્દીની ઉમર તથા અન્ય પરિબળો તથા સંજોગો અનૂકુળ હોય તો ડૉક્ટર ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપે છે. જો ડૉક્ટર આવી સલાહ આપે તો હમેશા એકથી વધારે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે
 
લેપ્રોસ્કોપી સર્જરી દ્વારા ઓછો કાપ મુકીને સરળતાથી આ સર્જરી કરવી શકાય છે. તે સિવાય આધુનિક
પધ્ધતિમાં Thermal Baloon Ablehion દ્વારા ગર્ભાશય કાઢયા વગર સારવાર થઇ શકે છે  આ પ્રોસિઝર ખૂબ જ સરળ અન સુરક્ષિત છે. દર્દી ને એકજ  દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. આ સમસ્યા સ્ત્રીઓ માટે જેટલી દુઃખદાયક અને તણાવભરેલી છે એટલી જ એની સારવાર સરળ અને સહેલાઈથી ઉપલબ્ધ છે માટે વિલંબ કર્યા વગર એની સારવાર કરાવવી જોઈએ