પરફ્યૂમ લગાવવાની સાચી રીત

17 Mar, 2015

પરફ્યૂમ એટિકેટ્સ સાંભળીને મોટાભાગનાં લોકોને બહું વિચિત્ર લાગશે. આપણામાંથી વધુ લોકોને ખબર જ નથી કે પરફ્યૂમ લગાવવામાં પણ એટિકેટ્સ હોય છે. પરફ્યૂમનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ વાતો પર ધ્યાન આપવું પડે તે જાણીએ.

  • પરફ્યૂમને હંમેશા તાપના સીધા સંપર્કથી દૂર રાખો નહિ તો તેનો પ્રભાવ ઓછો થઈ જશે.
  • પરફ્યૂમની પસંદગી કરતી વખતે મોસમનું પણ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં સ્ટ્રોન્ગ અને ગરમીમાં હલકી સુંગધવાળા પરફ્યૂમ લગાવવા.
  • પરફ્યૂમ હંમેશા બોડીના પલ્સ હોય ત્યાં લગાવવું. બન્ને હાથોના કાંડા પર, બે કાન પાછળ, ગળાની વચ્ચે અને બન્ને એલ્બો પર પણ લગાવવું.
  • કપડાં પર પરફ્યૂમ ક્યારેય ના લગાવશો. હંમેશા બોડીના તમામ પલ્સ પોઈન્ટ પર એક કે વધારેમાં વધારે બે વાર જ લગાવવું.