નોટબુકમાં લખો અને સ્માર્ટફોનમાં જુઓ, માર્કેટમાં આવી નવી Smart Pen

09 May, 2016

 સ્માર્ટ ગેજેટની સ્પર્ધામાં વધુ એક કંપની ભારતીય માર્કેટમાં આવી ગઇ છે, ઇટાલીની કંપની Moleskine S.p.Aએ માર્કેટમાં પોતાની નવી સ્માર્ટ પેનને લૉન્ચ કરી છે, આ પેનની મદદથી યૂઝર્સ કોઇપણ ડ્રોઇંગ કે રાઇટિંગને સીધુ જ સ્માર્ટફોનમાં સ્ટૉર કરી શકશે. સ્માર્ટપેનની કિંમત રૂપિયા 13,252 રાખી છે. 

 
* સ્માર્ટ પેન - કેવી રીતે કરે છે કામ
 
- નૉટ્સ અને ડ્રોઇંગને સીધું જ સ્માર્ટફોનમાં સેન્ડ કરી દે છે.
- નોટબુકમાં લખતી વખતે નૉટ્સ અને ડ્રોઇંગ સીધું જ ફોનમાં સ્ટૉર થઇ જાય છે. 
- Moleskine S.p.A નામની ઇટાલિયન કંપનીએ ડેવલપ કરી છે આ સ્માર્ટ પેન 
- પેનમાં એક હિડન કેમેરો છે
- કેમેરો નોટબુકની ટેક્સ્ટ કે ડ્રોઇંગને ટ્રેસ કરી ડિજીટલાઇઝ કરે છે. 
- પેન માટે કંપનીએ એપ પણ બનાવી છે.
- એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટૉલ કરવી પડશે.
- પછી ફોન સાથે કનેક્ટ થઇ તમામ ડેટા સ્ટૉર કરશે.
- સાથે સાથે લખેલી ટેક્સ્ટને ફોનમાં એડિટ પણ કરી શકાશે. 
 

Loading...

Loading...