અંદાજો પણ નહીં હોય એવી છે 'pk'ની સ્ટોરી, 500 રૂ. ખર્ચતા પહેલાં વાંચી જ લો

18 Dec, 2014

આવતી કાલે આમિર ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ડિરેક્ટર રાજકુમાર હિરાનીની 'pk' રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આમિર ખાન, અનુષ્કા શર્મા, સંજય દત્ત, સુશાંત સિંહ રાજપૂત, બમન ઈરાની અને સૌરભ શુક્લા છે. ફિલ્મનું મ્યુઝિક અજય-અતુલ, શાંતનુ મોઇત્રા અને અંકિત તિવારીએ આપ્યું છે. નોંધનીય છે કે આમિર ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ `pk’ માટે ઓફિશ્યલ એવું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે `pk’ની ટિકિટના રેટ વધારવામાં નહીં આવે, પણ ફિલ્મના વર્લ્ડ-રાઇટ્સ જેની પાસે છે એ UTVએ અંદરખાને થિયેટરના માલિક અને મલ્ટિપ્લેક્સ કંપની પાસે ટિકિટના રેટ વધારાવી દીધા છે. આના કારણે હવે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મની ટિકિટ 400-500 થઈ ગયા છે. આમ, આ ફિલ્મની ટિકિટ મોંઘીદાટ છે.

આ ફિલ્મ ભગવાન અને ભગવાનને વેપાર બનાવી દેનારા લોકોને ખુલ્લા પાડવાના વિષય પર આધારિત છે. રાજસ્થાનના એક નાનકડા ગામમાં એક દિવસ અચાનક જ એક માણસ આવે છે. જોકે તેનું વર્તન પીધેલી વ્યક્તિ જેવું છે જે એટલે તેને બધા તેને પીકે (આમિર ખાન)ના નામથી બોલાવે છે. પીકેને દુનિયાદારી સાથે કંઈ નિસ્બત નથી. તેને કોઈની પરવા નથી. કેવાં કપડાં પહેરાય અને કેવી રીતે રહેવાય એની પણ તેને ગતાગમ નથી. જોકે પીકેને પોતાની ઓળખાણ આપવામાં કોઈ રસ નથી, તેનું તો બસ એક જ કામ છે ભગવાનને શોધવાનું અને ભગવાનનું એડ્રેસ મળે તો તેમને મળવાનું. ભગવાનની શોધમાં નીકળેલા આ પીકેનો કેટલાય ગેરલાભ લે છે અને કેટલાય લાભ પણ ઉઠાવે છે. જોકે પીકે પોતાની મકસદ પર કાયમ રહે છે.
pkમાં આ નામ આમિર ખાનના કેરેક્ટરનું છે. પીકેનું ફુલ ફોર્મ પુનમિયા કૌશલ છે એવું કહેવામાં આવે છે. ફિલ્મમાં અનુષ્કા શર્માનું નામ પણ ઇન્ટરેસ્ટિંગ છે, જગતજનની. ફિલ્મમાં પીકે બનેલા આમિર ખાને એક પણ વખત આંખ પટપટાવી નથી. મોટી ફાટેલી આંખે જ તે જોતો રહેતો. માનવામાં નહીં આવે, પણ ખુદ ડિરેક્ટર રાજકુમાર હિરાની કહી ચૂક્યા છે કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન આમિર ખાનથી ભૂલમાં આંખની પાંપણ પટપટાવાય ગઈ હોય અને સીન ફરીથી શૂટ કરવો પડ્યો હોય એવું ત્રણસોથી વધુ વખત બન્યું હતું.