શું તમારે ઘરે કે ઓફિસ માં લાઈટબીલ વધુ આવે છે ? તો આ ટિપ્સ છે ખાસ તમારા માટે

05 Feb, 2018

ગરમીની સિઝન આવી ગઇ છે અને સાથે ઘરમાં પંખા અને એસીને તમે કોન્સટન્ટ ચાલુ રાખો છો. આ સમયે શક્ય છે કે તમારું લાઇટ બીલ વધારે આવે. જો તમે તમારા લાઇટ બીલને ઓછું રાખવા માંગો છો તો તમે આ નાની પણ કામની ટિપ્સને ઘરે જ ટ્રાય કરી શકો છો.

આ એવી કામની ટિપ્સ છે જેનાથી તમારે ક્યાંય કોઇ મુશ્કેલી અનુભવવી પડતી નથી અને કોઇપણ કાપ વિના તમે લાઇટ બીલ ઓછું કરી શકો છો. 
 
એરટાઇટ રાખો એસી રૂમ
 
જ્યારે તમે એસી ચલાવો છો ત્યારે રૂમના દરવાજા અને બારીને બંધ કરો. તેમ કરવાથી રૂમ જલ્દી ઠંડા થાય છે અને સાથે તમે લગભગ 2 યૂનિટ સુધીનું બીલ બચાવી શકો છો. જો કોઇ જગ્યાએથી બહારની હવા આવતી હશે તો તમારો રૂમ જલ્દી ઠંડો થશે નહીં. 
 
ફિક્સ ડિગ્રી પર ચલાવો એસી
 
કૂલિંગને માટે એસીને 24 ડિગ્રી પર સેટ કરો. એક જ નંબર પર એસીને ચલાવો. તેમ કરવાથી તમે લગભગ 2-2.5 યૂનિટની બચત કરી શકો છો. વધારે કૂલિંગને માટે 16 કે 187 ડિગ્રી પર એસી ચલાવવાથી કૂલિંગ મેન્ટેન થતું નથી.
 
ફ્રિઝને કરો ડિફ્રોસ્ટ
 
રેગ્યુલર રીતે ફ્રિઝને ડિફ્રોસ્ટ કરવાથી તેમાં વધારે ભેજ રહેશે નહીં અને કૂલિંગ વધારે સારું રહે છે. આમ કરીને તમે તમારા કૂલ બિલમાં રોજ 1-1.5 યૂનિટની બચત કરી શકો છો. જો તમે આમ નહીં કરો તો થોડા સમય બાદ બીલ તો વધતું જ રહેશે અને ફ્રિઝમાંની ચીજો ઝડપથી ઠંડી પણ નહીં થાય.
 
ઉનાળામાં વોશિંગ મશીનમાં ન સૂકવો કપડાં
 
ગરમીમાં તડકો ખૂબ જ રહેતો હોવાથી સરળતાથી બે-ત્રણ કલાકમાં બહારની ખુલ્લી હવામાં કપડાં સૂકાઇ જાય છે. આ સમયે તમે મશીનમાં કપડાં ન સૂકવીને રોજ 0.5 યૂનિટની બચત કરી શકો છો. જો તમે મશીનમાં કપડાં સૂકવો છો તો તેનાથી લગભગ 30 ટકા વધારે વીજળી વપરાય છે. 
 
પંખા અને કૂલરને કરો રિપેર
 
પંખા અને કૂલરનું રેગ્યુલર મેન્ટેનન્સ કરીને તમેલાઇટ બીલને ઘટાડી શકો છો. તેનાથી તમે લગભગ 2 યૂનિટની વીજળીની બચત કરી શકો છો. જો તેમાંથી અવાજ આવે છે તો તમે તેના બેરિંગની તપાસ કરાવો અને તેને રિપેર કરાવો. તે તમારું બિલ ઓછું કરશે.
 
મિક્સરના જાર ધોઇને તડકે સૂકવો
 
જ્યારે તમે મિક્સરે ઉપયોગમાં લો છો ત્યારે તેના જારને ધોઇને સૂકવીને કોરાં કરીને પછી રાખો. જારમાં વારેઘડીએ પાણી પડે છે તો તેના બ્રશ જામ થઇ જાય છે અને તેનાથી વધારેલાઇટ બીલ વપરાય છે. તેને તડકે સૂકવીને પછી મૂકો અને જ્યારે ફરી ઉપયોગમાં લો છો ત્યારે તેનાથી 0.5-1 યૂનિટની વીજળી બચે છે.