Oscar: 'મૂનલાઇટ' બેસ્ટ ફિલ્મ, 6 એવોર્ડ સાથે 'લા લા લેન્ડ' છવાઇ

27 Feb, 2017

લોસ એન્જલસઃ કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં 89મો એકેડમી એવોર્ડ રંગેચંગે યોજાયો હતો. જેને જિમી કિમેલે પોતાના અનોખા અંદાજમાં હોસ્ટ કર્યો હતો. ઓસ્કારની રેસમાં ભારતીય એક્ટર  દેવ પટેલને 'લાયન' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનું નોમિનેશન મળ્યું હતું. જેમાંથી તે બહાર થયો હતો. Casey Affleckને બેસ્ટ એક્ટર અને Emma Stoneને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ 'મૂનલાઇટ'ને મળ્યો છે. આ પહેલા 'લા લા લેન્ડ'ને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ જાહેર કરાયો હતો પરંતુ તે Warren Beattyની ભૂલને કારણે થયું હતું. તેણે ભૂલથી ખોટું એન્વલપ આપ્યું  હતું. એવોર્ડ જાહેર થતાં જ વોશિંગ્ટન પોસ્ટ, સીએનએન, એએનઆઈ સહિતના મીડિયાઓએ ખોટા ટ્વિટ કર્યા હતા.

Loading...

Loading...