‘ઓમ’ આકારનું ભવ્ય શિવમંદિર

05 Feb, 2018

વાપીના સેલવાસ નજીક કુડાચા ગામના નિખીલનગરમાં ‘ઓમ’ આકારનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. શ્રી નિખીલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ નિખીલેશ્વર મહાદેવનું આ મંદિર ૩.૬ કરોડના ખર્ચે ૩૫ હજાર સ્કેવર ફૂટમાં આકાર લેશે. 

 
આ મંદિર ૨૧ એપ્રિલ, ૨૦૦૪માં બનાવવાની શરૂઆત કરાઈ હતી, જેમાં લોખંડનો બિલકુલ પણ ઉપયોગ કરાયો નથી. જેમ જેમ ભંડોળ આવે તેમ તેમ નિર્માણકાર્ય આગળ ધપી રહ્યું છે.
 

 
મહાદેવજીનું મંદિર તળાવ, નદી કે સમુદ્ર કિનારે હોય તો સર્વોત્તમ ગણાતું હોવાની વાયકા સાથે આ મંદિર દમણગંગા નદી કિનારે બનાવવાનું નક્કી કરાયું હતું. આ ભવ્ય મંદિર ૪૦૦ સ્તંભો પર બનાવવામાં આવ્યું છે, જે ૨૧ એકરમાં પથરાયેલું છે. હાલમાં મંદિરમાં કુલ ૧૩૧ દેવી-દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવી છે.
 

 
જેમાં ૫૧ શક્તિપીઠની દેવીઓ પણ છે. સમગ્ર મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવામાં આવ્યું છે.
શિવલિંગ સાથે ૧૩૧ દેવી-દેવતાની મૂર્તિ, ૫૧ શક્તિપીઠની દેવીઓ પણ હશે
- ૩.૬ કરોડના ખર્ચે મંદિરનું નિર્મણ કરાશે
- ૩૫ હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરાશે
- ૪૦૦ સ્તંભ ઉપર મંદિર બનશે
- ૧૮ બાય ૨૫ ફૂટની ઊંચાઈ-પહોળાઈ છે.
- ૨૧ એકરમાં મંદિર પરિસર છે
- ૧૧ દરવાજા-૧૦૦ બારીઓ આવેલી છે