'ઓહ માય ગોડ'ની સિક્વલ આવી રહી છે

21 Nov, 2014

 

પરેશ રાવલ અને અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ 'ઓહ માય ગોડ' જબરી હિટ રહી હતી. હવે એ ફિલ્મની સિક્વલ પણ બનવાની છે. ફિલ્મના ડિરેક્ટર ઉમેશ શુક્લે કહ્યું હતું કે, "હા. અમે થોડા દિવસોમાં જ સિક્વલની જાહેરાત કરવાના છીએ. સિક્વલમાં પણ પરેશ રાવલ અને અક્ષય કુમાર જ ચમકશે. જોકે, સિક્વલનો સબ્જેક્ટ 'ઓહ માય ગોડ' કરતાં અલગ રહેશે. અમે આ વખતે થોડા અલગ વિષયને એક્સપ્લોર કરવા માગીએ છીએ."

'ઓહ માય ગોડ' પરથી તેલુગુમાં 'ગોપાલા ગોપાલા' ફિલ્મ બની હતી.

'ઓહ માય ગોડ' ફિલ્મ ગુજરાતી નાટક 'કાનજી વિરુદ્ધ કાનજી' પરથી બની હતી. એ ગુજરાતી નાટક ઓસ્ટ્રેલિયન ફિલ્મ 'ધ મેન હુ સ્યૂડ ગોડ' પરથી પ્રેરિત હતું. ગુજરાતી નાટક અને ફિલ્મ 'ઓહ માય ગોડ' બંનેની કહાણી વડોદરાના ગુજરાતી રાઇટર ભાવેશ માંડલિયાએ લખી હતી.

મુંબઇના ગુજરાતી ફિલ્મમેકર ઉમેશ શુક્લ અન્ય એક ફિલ્મ '૧૦૨ નોટ આઉટ' પણ બનાવી રહ્યા છે. જે અમદાવાદના નાટયકાર સૌમ્ય જોશીના એ જ ટાઇટલ ધરાવતા નાટક પરથી બની રહી છે. ફિલ્મ '૧૦૨ નોટ આઉટ'માં અમિતાભ બચ્ચન અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.