બ્રેસ્ટની સેલ્ફી! અને તમારો સ્માર્ટફોન જણાવશે કઇ સાઇઝની બ્રા છે પરફેક્ટ

16 Jan, 2016

 મોટાંભાગે સ્ત્રીઓ માટે એક પરફેક્ટ ફિટિંગવાળી બ્રા શોધવાનું કામ મુશ્કેલીભર્યુ હોય છે. પરંતુ હવે તમારી લૉન્જરી શોપિંગને સરળ અને પર્સનલાઇઝ્ડ બનાવવાનું કામ કરશે એક એપ્લિકેશન. 

 
યુએસની કંપની Third Loveએ એક એવા સોફ્ટવેરની શોધ કરી છે, જેની મદદથી સ્ત્રીઓ એક સ્માર્ટફોનથી પરફેક્ટ સાઇઝની બ્રા સરળતાથી ખરીદી શકે છે. આ એપ્લિકેશન એવી ટેક્નોલોજીથી તૈયાર થઇ છે, જે 2D ઇમેજીસને 3Dમાં બદલી દે છે. Third Love એપ્લેકિશનના ઉપયોગ માટે તમારે માત્ર તમારાં બ્રેસ્ટની બે સેલ્ફી (એક આગળથી અને બીજી સાઇડમાંથી) લઇને તેના સર્વર પર અપલોડ કરવાની રહેશે. આ ડેટા સર્વર પર જઇને 3D ડેટામાં ફેરવી દેશે. આ એપ્લિકેશનથી તમને તમારાં માટે પરફેક્ટ અને યોગ્ય સાઇઝની બ્રા ખરીદવાનું સરળ બનશે. (બ્રાની શોપિંગ કરવા જઇ રહ્યા છો? તો જાણી લો 10 ટિપ્સ)
 
આ એપ્લિકેશનની ખાસિયત અહીંયા જ ખતમ નથી થતી. આ એપ્લિકેશન તમને એવી વેબસાઇટ્સ અંગે પણ જાણકારી આપશે જ્યાં તમને તમારી જરૂરિયાત અને પસંદગીના હિસાબથી બ્રા તૈયાર કરવાનો મોકો મળશે. સ્ટ્રેપ પસંદ કરવાથી લઇને કલર અને કેવા પ્રકારની બ્રા જોઇએ છે! અહીં તમારી શોધનો અંત આવશે. એકવાર બ્રા તમારી જરૂરિયાત અને પસંદગીના હિસાબથી તૈયાર થઇ જશે તો નિશ્ચિત સમયે તમારાં ઘરે ડિલીવર પણ કરી દેવામાં આવશે. યુએસની સ્ત્રીઓ આ નવા લૉન્જરી એપને લઇને ખુબ જ ઉત્સાહિત છે અને આ નવા અનુભવની મજા લઇ રહી છે. યુએસથી બહાર ડિલીવરી કરવા માટે એપ્લિકેશનના પૈસા ચાર્જ થાય છે. આ એપ્લિકેશન એવો દાવો પણ કરે છે કે, તેમાં અપલોડ કરતાં તમારાં ડેટા save નહીં કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઇ પણ પ્રકારના ખોટાં ઉપયોગનો પણ ભય નહીં રહે. આ સંપુર્ણ રીતે સુરક્ષિત છે.