જાન્યુ-માર્ચ 2015માં દર વીકએન્ડે થશે નવી ફિલ્મ રિલીઝ, જાણો તે લીસ્ટ એક ક્લિકે

23 Dec, 2014

બોક્સ ઓફિસ પર ૨૦૧૪માં વિવિધ ફિલ્મોને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે પણ ફિલ્મલાઇનના નિષ્ણાતોને આશા છે કે આગામી વર્ષ ૨૦૧૫માં પ્રથમ ત્રણ મહિના ફિલ્મો માટે જોરદાર રહેશે. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં દર વીક એન્ડમાં નવી ફિલ્મ રજૂ થવાની છે તે જોતાં આગામી વર્ષે બોલિવૂડ માટે ધમાકેદાર નીવડવાની આશા છે.

જાન્યુઆરીમાં નવમી તારીખે અર્જુન કપૂર-સોનાક્ષી સિંહાની ફિલ્મ તેવર રજૂ થશે. માર્ચ મહિનામાં અરશદ વારસીની ફિલ્મ જોલી એલએલબી-2 રજૂ થવા સાથે આ ત્રણ મહિનામાં વર્ષનો વરતારો ખબર પડી જશે. 2014ના છેલ્લા ત્રણ મહિનામાં મોટા બજેટની ફિલ્મોને બોક્સ ઓફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો ન હોવાથી આગામી વર્ષ પર બધાએ મોટો મદાર રાખ્યો છે. 2015ના વર્ષમાં પ્રથમ ત્રણ મહિનામાં સારી ફિલ્મો રજૂ થવાની હોવાથી આ વર્ષ સારું નીવડવાની આશા છે.

ટ્રેડ એનાલિસ્ટ અમોદ મહેરાએ જણાવ્યું હતું કે આ બધી ફિલ્મો મોટા બજેટની નથી. અક્ષયકુમારની બેબી ફિલ્મને બાદ કરતાં મોટા ભાગની ફિલ્મો મીડિયમ બજેટની ફિલ્મો છે. રસપ્રદ બાબત તો એ છે કે ફેબ્રુઆરી પછી પરીક્ષાઓ શરૂ થશે ત્યારે એક સાથે ઘણી બધી ફિલ્મો રજૂ થવાથી બોક્સ ઓફિસ પર રસાકસી જોવા મળશે. આગામી વર્ષ 2015માં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં રજૂ થનારી ફિલ્મોમાં તેવર, અલોન, બેબી , ડોલી કી ડોલી, રોકી હેન્સમ, શમિતાભ, રોય, બેન્કચોર, એનએચ10 અને મેં ઔર ચાર્લ્સનો સમાવેશ થાય છે. 2014માં હીટ ફિલ્મોની સરખામણીમાં ફલોપ ફિલ્મોની સંખ્યા વધારે હતી. વળી જે ફિલ્મો ચાલી તેનાં પણ તેમની ગુણવત્તા બદલ વખાણ પૂરતા વખાણ થયા નહોતા.