Android M લૉન્ચઃ લેટેસ્ટ OS વાળા સ્માર્ટફોનને મળશે આ 36 નવા ફિચર્સ

04 Oct, 2015

 સૌથી પહેલા આ ડિવાઇસમાં ઉપલબ્ધ થશે 

 
અત્યારે આ લેટેસ્ટ OS માત્ર નેક્સેસ 6P અને નેક્સેસ 5Xમાં જ ઉપલબ્ધ થશે, અને આગામી 5 ઓક્ટોબરથી આ નેક્સેસ 5 અને નેક્સેસ 6માં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ ઉપરાંત 20 ઓક્ટોબરે લૉન્ચ થનારા HTCના સ્માર્ટફોનમાં પણ હોઇ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી ગુગલે કોઇ અપડેટ આપ્યુ નથી. 
 
એન્ડ્રોઇડ 5.0 અને એન્ડ્રોઇડ 6.0 વચ્ચે આ 5 મોટા તફાવત છે 
 
એન્ડ્રોઇડ 5.0 એન્ડ્રોઇડ 6.0
ગુગલ નાઉ ફક્ત હોમ સ્ક્રીન પર પ્રેસ કરવાથી એક્ટિવ થાય છે. ગુગલ નાઉ હવે કોઇપણ સ્ક્રીનથી એક્ટિવ થઇ જશે. ઉદાહરણ તરીકે યૂઝર્સ જો ગેલેરીમાં કંઇક કામ કરી રહ્યો હોય તો તે સ્ક્રીન પર જ ટેપ કરવાથી ગુગલ નાઉ એક્સેસ કરી શકશે. 
એન્ડ્રોઇડમાં પેમેન્ટનું ઓપ્શન નથી. માર્શમેલોમાં યૂઝર્સને એન્ડ્રોઇડ પેનું ઓપ્શન મળશે. આ એપલના જેવી જ સર્વિસ છે જેમાં મોબાઇલથી યૂઝર્સ બીલ પેમેન્ટ કરી શકશે. 
એપ ઇન્સ્ટોલ કરતી વખતે જે પરમિશન મંગાય છે તેને કસ્ટમાઇઝ નથી કરી શકાતી.  આમાં યૂઝર ડિસાઇડ કરી શકશે કે તેને એપ રિલેટેડ પરમિશન કઇ રીતે આપવી છે.
પાવર મેનેજમેન્ટનું કોઇ ખાસ ફિચર નથી.  ગુગલે પાવર મેનેજમેન્ટ માટેનું નવું ફિચર Doze આપ્યું છે, જે બેટરી સેવ કરવા માટે કામ આવી શકે છે.
સ્ટાન્ડર્ડ ફિંગરપ્રિન્ટ સપોર્ટ નથી. સ્ટાન્ડર્ડ ફિંગરપ્રિન્ટ સેન્સર સપોર્ટ કરે છે. સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને આ નવું ફિચર આપ્યું છે.

1. ડોઝ (Doze)

 

જ્યારે એન્ડ્રોઇડ 6.0 ડિવાઇસ રેસ્ટ મોડમાં હશે ત્યારે આ Doze ફિચર આપોઆપ ડિવાઇસને સ્લિપ મોડાં કરી દેશે. આનાથી બેટરી બચશે. 

 

2. એપ સ્ટેન્ડબાય 


એન્ડ્રોઇડ 6.0માં એપ સ્ટેન્ડબાય મોડ પણ આપવામાં આવ્યો છે. આની મદદથી ઓછી વપરાતી એપ્સને સ્ટેન્ડબાય સ્ટેટમાં કરી દેવામાં આવશે. જેના કારણે બેટરી ઓછી વપરાશે. 

 

3. USB Type C સપોર્ટ 


ઝડપી ડેટા ટ્રાન્સફર માટે USB Type C સપોર્ટ પણ એન્ડ્રોઇડ 6.0ની સાથે આવશે. 

 

4. પરમિશન 


એન્ડ્રોઇડ 6.0માં હવે યૂઝર નક્કી કરી શકશે કે એપ પરમિશન કઇ રીતે આપવી છે.  

 

5. એડવાન્સ પરમિશન કન્ટ્રોલ 

 

આ ફિચરની મદદથી પહેલાથી ઇન્સ્ટોલ એપ્સમાં પણ યૂઝર પરમિશનને કન્ટ્રોલ કરી શકે છે.


6. ગુગલ નાઉ 

 

ગુગલ નાઉ હવે કોઇપણ સ્ક્રીન પરથી એક્ટિવ થઇ જશે. ઉદાહરણ તરીકે તમે ગેલેરીમાં કંઇક કામ કરી રહ્યા હોય તો ત્યાંથી જ ગુગલ નાઉને એક્સેસ કરી શકો છો.  

 

7. વૉઇસ પાવર 

 

યૂઝર્સની પાસે હવે દરેક એપ માટે એક ડાયલૉગ સેટ કરવામાં આવશે. એન્ડ્રોઇડ 6.0માં કેટલીય નવી ડાયલૉગ સર્વિસ યૂઝર્સને આપવામાં આવી છે. 

 

8. ડાયરેક્ટ શેર 

 

એન્ડ્રોઇડ 6.0માં યૂઝર્સ પોતાની ફાઇલ સીધી જ એપની મદદથી શેર કરી શકશે. 

 

9. વેરિફાઇ બૂટ 

 

જ્યારે પણ ડિવાઇસ બૂટ (રીસ્ટાર્ટ) થશે આ યૂઝર્સને વૉર્નિંગ આપશે કે શું ફેક્ટરી રીસેટ વર્ઝનથી ડિવાઇસને મૉડિફાઇ કરવામાં આવ્યો છે.  

 

10. ફિંગરપ્રિન્ટ સેન્સર 

 

એન્ડ્રોઇડ Mમાં સ્ટાન્ડર્ડ ફિંગરપ્રિન્ટ સેન્સરને સપોર્ટ કરે છે. આને સિક્યુરિટી વધારવાની નજરથી જોવામાં આવે છે. 


11. એન્ડ્રોઇડ રનટાઇમ 


એન્ડ્રોઇડ 6.0માં વધુ સારું એપ પરફોર્મન્સ છે જેનાથી યૂઝર્સ ઓછી મેમરીમાં પણ મલ્ટી ટાસ્કિંગ કરી શકશે. 

 

12. બ્લૂટૂથ સ્ટાઇલસ સપોર્ટ 


એન્ડ્રોઇડ 6.0માં બ્લૂટૂથ સ્ટાઇલસ પણ સપોર્ટ કરે છે. જેનાથી સારામાં સારી પ્રેશર સેન્સિટીવીટી રેકોર્ડ કરી શકાશે. 

 

13. ટેક્સ્ટ ઇમ્પ્રુવમેન્ટ 


આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં સારામાં સારી ટેક્સ્ટ ઇમ્પ્રુવમેન્ટ આપવામાં આવ્યું છે. સ્માર્ટ ટેક્સ્ટ સિલેક્શન, બિલ્ટ ઇન અનડુ-રીડુ વગેરે ઓપ્શન આપવામાં આવ્યા છે.  

 

14. ક્વિક ટ્રાન્સલેટ 

 

ટેક્સ્ટ સિલેક્શનમા યૂઝર્સને બે નવા ટ્રાન્સલેટ ઓપ્શન આપ્યા છે. એક ભાષામાંથી બીજી ભાષામાં ગુગલ ટ્રાન્સલેટ અપની મદદથી સરળતાથી ટ્રાન્સલેશન કરી શકય છે.  

 

15. ડ્યુપ્લેક્સ પ્રિન્ટીંગ સપોર્ટ 


એન્ડ્રોઇડ 6.0માં ડ્યુપ્લેક્સ પ્રિન્ટીંગ સપોર્ટ આપ્યો છે. જેનાથી પેપરની બચત થઇ શકે છે અને પેપર બન્ને સાઇટ પ્રિન્ટ થઇ શક છે. 


16. એપ લિંક્સ 

 

ઇન્સ્ટોલ એપ્સને ઓટોમેટિકલી પોતાનો URL હેન્ડલ કરવાની સુવિધા આપવામાં આવશે. જેનાથી મોબાઇલ સાઇટની જગ્યાને બદલે યૂઝર્સ સીધુ જ એપ્સથી કામ કરી શકશે. 

 

17. સરળ DND

 

ક્વિક સેટિંગ્સની મદદથી સરળતાથી  DND એક્ટિવેટ કરી શકાશે. 

 

18. ઇન્ટેલિજન્ટ DND

 

જો કોઇ તમને 15 મિનિટની અંદર બે વાર અથવા તેનાથી વધુ કૉલ કરશે તો ઓપરેટિંગ સિસ્ટમ તમને DND એક્ટિવેટ કરવાનું પુછશે. 

 

19. ઓટોમેટિક રુલ્સ 

 

યૂઝર્સ DND માટે ઓટોમેટિકલી રુલ્સનો પણ ઉપયોગ કરી શકશે. આનાથી કેટલાય કસ્ટમ ટાઇમ બ્લૉક સેટ કરી શકાય છે.  

 

20. આસાન વૉલ્યુમ કન્ટ્રોલ 

 

યૂઝર્સ નોટિફિકેશન, મ્યૂઝીક, એલાર્મ બધા જ વૉલ્યુમ કન્ટ્રોલ વૉલ્યૂમ બટનથી સેટ કરી શકાશે.


21. સ્ટ્રીમલાઇન સેટિંગ્સ 

 

યૂઝર્સ કોઇ એપની બધી જ સેટલિટને એક જ જગ્યાએથી મેનેજ કરી શકશે. આમાં યૂઝર્સ બેટરી યૂઝેશથી લઇને મેમરી, નોટિફિકેશન, પરમિશન બધુ જ સામેલ છે.  

 

22. રિફ્રેશ્ડ ગુગલ નાઉ લૉન્ચર 


એપ લિસ્ટમાં ફાસ્ટ આલ્ફાબેટ સ્ક્રોલિંગ, પ્રિડિક્ટિવ એપ સજેશન વગેરે સામેલ છે. 

 

23. BLE 


બ્લૂટૂથ લૉ એનર્જી ફિચર ડિવાઇસની એનર્જી બચાવશે. આ બ્લૂટૂથ ડિવાઇસ અને એક્સેસરીઝને ઓછા પાવરમાં સ્કેન કરશે. 

 

24. હૉટસ્પૉટ 2.0 


વાઇ-ફાઇ કમ્પેટિબલ નેટવર્કથી વધુ સિક્યોર રીતે કનેક્ટ કરી શકાશે.  

 

25. બ્લૂટૂથ SAP 


જે યૂઝર્સની પાસે ફારફોન છે તે પોતાના સ્માર્ટફોનના સિમની મદદથી સીધો જ કૉલ કરી શકશે.


26. નવી ફ્રિકવન્સી 


પોર્ટેબલ વાઇ-ફાઇ હૉટસ્પૉટને એન્ડ્રોઇડ M 5GHz ફ્રિકવન્સી બેન્ડ્સથી સપોર્ટ કરી શકશે.  

 

27. ફ્લેક્સ સ્ટોરેજ 

 

યૂઝર્સ સરળતાથી એન્ડ્રોઇડ Mમાં એપ્સ અને ગેઇમ્સના ડેટાને SD કાર્ડમાં સ્ટોર કરી શકશે. 

 

28. ફાસ્ટ અને સારું ટ્રાન્સફર 


યૂઝર્સ સરળતાથી એકાઉન્ટ્સ, એપ્સ અને બાકી ડેટાને નવા ડિવાઇસેમાં ટ્રાન્સફર કરી શકે છે. 

 

29. એડિશનલ એકાઉન્ટ સપોર્ટ 

યૂઝર્સ સેટઅપ દરમિયાન પોતાના એડિશનલ એકાઉન્ટ્સ જેવા પર્સનલ અથવા તો કોર્પોરેટ ઇમેઇલને એક સાથે એડ કરી શકે છે.  

30. ઓટો બેકઅપ 

એપ્સ માટે એન્ડ્રોઇડ Mમાં ઓટો બેકઅપની સુવિધા આપવામાં આવી છે.