નવરાત્રિના 9 દિવસ શરીર રહેશે એનર્જીથી ભરપૂર, હેલ્થનું ધ્યાન રાખશે 10 ટિપ્સ

13 Oct, 2015

 નવરાત્રિની નાના હોય કે મોટા બધાં કાગડોળે રાહ જોતા હોય છે અને નવરાત્રિમાં ગરબે ઘૂમવું બધાંને બહુ જ ગમતું હોય છે ખાસ કરીને યુવાનો આખી રાત ગરબાની રમઝટ માણતા હોય છે પરંતુ નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી ગરબા રમવાથી એનર્જી લેવલ બહુ ઓછું થઈ જાય છે. એવામાં તંદુરસ્તી જાળવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે જેના દ્વારા સ્ટેમિના બરકરાર રાખી શકાય. ડાયટિશિયન નવરાત્રિ દરમિયાન ઉંઘની અવગણના ન કરવી જોઈએ. જો રાતે મોડા સૂઈ રહ્યા હો તો દિવસે ઉંઘ પૂરી કરવી જોઈએ. કારણ કે સ્વસ્થ રહેવા 8 કલાકની ઉંઘ જરૂરી છે. જેથી આજે અમે તમને આવી જ કેટલીક નાની-નાની ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે નવરાત્રિમાં પણ હેલ્ધી રહી શકશો.