આ રીતે બન્યું હતું અમેરિકાનું પહેલું ઉમિયાધામ, 5 હજાર પટેલોએ આપ્યું હતું યોગદાન

28 Nov, 2016

વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં આજે પટેલોની વસ્તી સૌથી વધારે છે. અમેરિકામાં પણ પટેલો મોટા પ્રમાણમાં વસે છે. પટેલ સમાજે અમેરિકામાં પોતાના કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની શ્રદ્ધાંના કેન્દ્રો ઉભા કરવા તરફ કૂચ કરી છે. આજે અમેરિકામાં ચાર મંદિરોનું નિર્માણ કાર્ય ચાલુ છે જ્યારે 2 મંદિરોનું પૂર્ણ થવાના આરે છે. અમરિકાના જ્યોર્જિયામાં ઉમિયા માતાજીનું સૌ પ્રથમ મંદિર આવેલું છે, જે 135 કરોડ રૂપિયાના ખર્ચે 32 એકર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે.
 
કેવી રીતે મંદિરનું નિર્માણકાર્ય પડ્યું પાર?

- અમેરિકામાં વસતા પટેલોએ જ્યોર્જિયા સ્ટેટના મેકન શહેરમાં ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરીને કુળદેવી પ્રત્યેની પોતાની દ્દઢ આસ્થાની પ્રતિતિ કરાવી છે.
- આ મંદિરના નિર્માણકાર્ય પાછળ 135 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
- અમેરિકામાં રહેતા 10 લાખથી પણ વધુ પાટીદારો ભેગા મળીને આ મંદિરનું કામ પાર પાડ્યું હતું.
- શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન ઉંઝાના માર્ગદર્શન હેઠળ આ મંદિર બનાવવામાં આવ્યું છે.
- આ મંદિરોનો તમામ ખર્ચ દાનમાં મળેલી રકમથી જ ઉઠાવવામાં આવી રહ્યો હતો.
 
આજે મંદિરમાં છે આટલી સુવિધા?

- આજે આ મંદિરમાં બાળકોની બેબી શાવર(નામકરણ વિધિ) ઉપરાંત યુવક-યુવતીઓના લગ્ન કરવામાં આવે છે.
- વિવિધ પ્રસંગે સ્નેહમિલન સમારંભ, વ્યાખ્યાન, વ્યાયામ તથા રમતગમતના શિબિરનું આયોજન કરવામાં આવે છે.
- 2007માં મેકન શહેરમાં અમેરિકન પ્રાઇડ બેન્કની સ્થાપના પણ કરવામાં આવી હતી .
- ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા પાછળ દાન અને દાન દ્વારા સામાજિક ઉત્કર્ષનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે.
 
ગુજરાથી અમેરિકા લઈ જવાયો હતો માતાજીનો જ્યોતિરથ

- શ્રી ઉમિયા ધામ જ્યોર્જિયા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ્યોતિરથ ગુજરાતથી અમેરિકા લઈ જવામા આવ્યો હતો.
- ગુજરાતથી અમેરિકા લઈ જવામાં આવેલા જ્યોતિરથનું નિર્માણ કાર્ય બેચરાજી તાલુકાના ખાંભેલ ગામમાં નિષ્ણાંત કારીગર સુરેશભાઈની ટીમ દ્વારા તૈયાર કરાયું હતું.
- આઠથી દસ લાખના ખર્ચે તૈયાર થયેલા આ જ્યોતિરથમાં દોઢથી બે લાખ રૃપિયાનું ખાસ પ્રકારનું લાકડુ વાપરવામાં આવ્યું હતું.
- ઉપરાંત 156 કિલો જર્મન સિલ્વર અને 5 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- સાથે સાથે ઉમિયા માતાજીની સુંદર પ્રતિમા પણ એ ગામમાં જ તૈયાર કરવામાં આવી હતી.