Entertainment

Movie review: 'કુંગ ફુ યોગા'

જેકી ચેન નામ આવતા જ તમારી સામે એક સ્ફુર્તિલો એક્ટર આવી જાય છે. જે કોઈપણ સ્થિતિમાં ધાકડ એક્શનની સાથે સાથે સ્ટોરીને આગળ વધારે છે. આ વખતે પણ આવો જ કમાલ કરવા માટે 'કુંગ ફુ યોગા' સાથે જેકીચેન તૈયાર છે.  આવો જાણીએ કેવી છે ફિલ્મ
 
સ્ટોરી
ફિલ્મની સ્ટોરીની શરૂઆત ઈસવીસન પૂર્વ 300થી એક ડ્રામા સાથે થાય છે. જ્યારે ચીન ટેંગ સામ્રાજ્યના લોકો ભારતના મગધ સામ્રાજ્યની મદદ કરતા તેને દુષ્ટ અરૂણાસવા ઉપર જીત મેળવવા માટેનો પ્રયાસ કરે છે. ત્યાર બાદ સ્ટોરી વર્તમાનમાં ચીનમાં સ્થિત થાય છે. જ્યાં પ્રોફેસર જેક(જેકી ચેન) પોતાના સ્ટુડન્ટ્સને ભણાવતા જોવા મળે છે. જેક એક પુરાતત્વવિદ છે, જે મ્યુઝિયમમાં પોતાના સ્ટુડન્ટ્સને ઈતિહાસની જાણકારી આપતા રહે છે. આ સમયે જ ભારતના રાજસ્થાનના પ્રોફેસર અસ્મિતા(દિશા પટની) પોતાની આસિસ્ટન્ટ કાયરા(અમાયરા દસ્તુર)સાથે જેકને મળવા માટે ચીન પહોંચે છે અને તેના હાથમાં 100 વર્ષ જુનો નક્શો આપે છે અને તેનું રહસ્ય જાણવા માટે પ્રયાસ કરે છે. નક્શો જોતા જ જેક, અસ્મિતા, કાયરા અને તેની પુરી ટીમ મગધ સામ્રાજ્યના ખોવાયેલા ખજાનાની શોધમાં લાગી જ્યા છે. જેમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પણ સામે આવે છે, પણ આ વચ્ચે જેકના આ કામ પર રેન્ડલ(સોનુ સૂદ)ની નજર હોય છે. જે વાસ્તવમાં ખોવાયેલા ખજાના પર અધિકાર જમાવવા માગે છે. સ્ટોરીમાં અનેક ટ્વિસ્ટ આવે છે અને ચીનથી દુબઈ અને ભારતના રાજસ્થાન સુધી ફિલ્મ પહોંચે છે અને અંતે એક ક્લાઈમેક્સ આવે છે અને સ્ટોરી પુરી થાય છે. જે જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Source By :

Releated Post