Entertainment

Movie Review: 'શમિતાભ' જોવી કે નહિ? જાણી લો એક ક્લિક પર

ફિલ્મ: શમિતાભ
નિર્દેશક: આર. બાલ્કી
સ્ટાર કાસ્ટ: અમિતાભ બચ્ચન, ધનુષ, અક્ષરા હસન
સમય:  153 મિનિટ
સર્ટિફિકેટ: U/A
રેટિંગ:  3.5

'ચીની કમ' અને 'પા'ની સફળતા બાદ આર બાલ્કી વધુ એક અદભૂત ક્રિએશન લઈને આવ્યાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધનુષની શનદાર એક્ટિંગ અને ચોટદાર સંવાદ  તમને જકડી રાખશે. વાંચી લો  આર. બાલ્કીની ફિલ્મ 'શમિતાભ'નો  રિવ્યૂ.

વાર્તા:

ધનુષ અને અમિતાભ બચ્ચન એમ બે નામને ભેગું કરી બનાવવામાં આવેલ ફિલ્મનું ટાઇટલ 'શમિતાભ' જ ફિલ્મની વાર્તાનો અણસાર આપી દે છે. બે અલગ અલગ ટેલન્ટ ધરાવતા કલાકાર એક થાય છે અને બંને સાથે મળીને જબરદસ્ત સફળતા મેળવે છે, આ સફળતાની વચ્ચે જ્યારે અભિમાન આવીને ઊભો રહી જાય છે ત્યારે બંને એકબીજાને જોવાનું પસંદ કરતાં નથી. ફિલ્મમાં ધનુષ બહેરા-મૂંગાનો રોલ અદા કરી રહ્યો છે. બોલી ન શકતા અને સાંભળી ન શકતા ધનુષનો એક્ટિંગ-પાવર અદભૂત છે. સામા પક્ષે અમિતાભ બચ્ચન છે. તેમનો સ્વભાવ અડિયલ છે, પણ અવાજમાં જબરદસ્ત પ્રભુત્વ છે. ધનુષને અવાજ આપવાનું કામ એક સમયે અમિતાભ કરે છે. આ કોમ્બો બનાવવાનું કામ અક્ષરા કરે છે. જે હિટ થાય છે, આ કોમ્બો ફક્ત સફળતા નથી અપાવતું તે અભિમાન પણ લાવે આવે છે. એકબીજાના સાથ વગર બંને ઝીરો છે. આ વાતની ખબર હોવા છતાં અભિમાનને  કારણે એકબીજાથી છૂટા પડવા બન્ને તૈયાર છે. આ અહંકાર છતાં તેમને એક રાખવાનું કામ અક્ષરા કરે છે.

જકડી રાખશે ફિલ્મ:
ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબજ ફાસ્ટ છે. જ્યારે સેકન્ડ હાફ થોડો સ્લો છે. તમારે આ સમયે થોડી ધીરજ ધરવી પડશે. જાવેદ અખ્તર, રોહિત શેટ્ટી, રાજૂ હિરાની, મહેશ ભટ્ટની એન્ટ્રી તમને જકડી રાખશે. જો તમે બચ્ચનના દિવાના છો અને ધનુષની એક્ટિંગ તમને ગમે છે તો તમારા માટે આ ફિલ્મ શીરા જેવી છે. જે ગળા નીચે સહેલાઈથી ઉતરી જશે. આ ફિલ્મ તમે પરિવાર સાથે જોઈ શકો છો. જો તેનાં બોક્સ ઓફિસ કલેક્શન અંગે વાત કરીએ તો, ફિલ્મમાં જે પ્રમાણે અલગ અલગ પ્રોડક્ટ્સની એડવર્ટાઈઝમેન્ટ કરવામાં આવી છે તે જોઈ સમજી જશો કે તેણે પહેલેથી જ સારી કમાણી કરી લીધી છે.

કેમ જોવા જેવી?:
ફરી એક વખત અમિતાભના અવાજમાં ચોટદાર સંવાદ આપને આકર્ષિત કરશે. ધનુષની અદભૂત એક્ટિંગ તમને જકડી રાખશે. ફિલ્મમાં એક્ટ્રેસ રેખા અને ધનુષ વચ્ચેનો એકદમ અઘરો સીન સુંદરતા અને સરળતાથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં રેખા સામે હોય છે ધનુષ પણ તેને અવાજ મહાનાયકનો આપવામાં આવ્યો છે. જે રીતે રેખા ધનુષને જવાબ આપે છે એ સાંભળીને તમને ફિલ્મ શરાબીનાં અમિતાભની યાદ આવી જશે. ફિલ્મમાં જે રીતે દરેક વાતનું ઝીણવટ પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ જરૂરથી જોવા જવી.

Source By : Sandesh

Releated Post